GSTV

મેવાણી માટે વડગામની સીટ ખાલી કરી આપનારા મણીભાઈ વાઘેલાનું કોંગ્રેસમાંથી રાજીનામુ, કોંગ્રેસ પાર્ટી પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Last Updated on November 27, 2021 by Pravin Makwana

આપ એ વાત તો બહું સારી રીતે જાણતા હશો કે, ગત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધું ચર્ચાસ્પદ રહેલી સીટ જો કોઈ હોય તો, તે છે વડગામની સીટ. આ સીટ પરથી અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીની શાનદાર જીત થઈ હતી. જિગ્નેશ મેવાણી એક દલિત ચહેરો છે. ત્યારે આવા સમયે દલિતોના પ્રતિનિધિ તરીકે જિગ્નેશે આ ચૂંટણીમાં સારી એવી ખ્યાતી પ્રાપ્ત કરી હતી.

સમય અને સંજોગો વિતતા હશે મેવાણીએ કોંગ્રેસને ટેકો જાહેર કરી પાર્ટીમાં જોડાયા છે. આપને જણાવી દઈએ કે, જિગ્નેશ મેવાણીનું આ વિસ્તારમાં સારી એવી છાપ છે, તેથી તેને બહોળો પ્રતિસાદ મળી શકે છે. જેનો ફાયદો કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવ્યો છે. જો કે, નવા સવા કોંગ્રેસમાં આવેલા જિગ્નેશ માટે પરંપરાગત સીટ ખાલી કરવાની ઉદારતા ભાગ્યે જ કોઈ નેતામાં હોઈ શકે. અને આવું જ કંઈક વડગામની સીટમાં પણ બન્યું છે.

વડગામની સીટ પરથી લગભગ 35-40 વર્ષથી કોંગ્રેસના કાર્યકર રહેલા અને પક્ષને મજબૂત બનાવામાં મહત્વની ભૂમિકા ભજવાનારા મણીભાઈ જે વાઘેલાને પોતાની સાથે અન્યાય થતો હોવાનું અહેસાસ થતાં તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.

દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને તેમણે આ રાજીનામું લખ્યું છે. જેમાં તેમણે પાર્ટી માટે કરેલા કાર્યો અને તેમણે આપેલા યોગદાનનો ઉલ્લેખ કર્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો, 2017ની ચૂંટણીમાં અમે પક્ષને આપેલું વચન પાળીને એક અપક્ષ ઉમેદવારને ટેકો જાહેર કરીને જીતાડવા માટે તનતોડ મહેનત કરી, દલિતોના પ્રશ્નોના વાચા આપવા માટે હું પણ સક્ષમ છું, ભડકાઉ ભાષણ આપીને દલિત નેતા તરીકે ઊભરી આવવાની ક્ષમતા મારામાં પણ છે. પણ પાર્ટીના સંસ્કારાએ મને આ કરતા રોક્યો છે. સમાજ સમાજ વચ્ચે વૈમનસ્ટ ફેલાવીને કહેવાતા દલિત નેતાઓને પ્રોત્સાહન આપીને પાર્ટીના જૂના પીઢ નેતાઓ સાથે અન્યાય થયો છે.

અંતે તેમણે રાજીનામામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષની અણઆવડતના કારણે આ બધા ઈશ્યૂ ઊભા થયા હોવાની પણ વાત કહીને કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધી છે.

READ ALSO

Related posts

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

વિધાનસભા ચૂંટણીની તૈયારી / ગુજરાત યુથ કોંગ્રેસે જનરલ સેક્રેટરીઓને સોંપી મહત્વપૂર્ણ જવાબદારી, જુઓ કોણ ક્યા કરશે સંગઠન માટે કામ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!