GSTV
Home » News » ચૂંટણી ટાણે જ કોંગ્રેસ માટે મુશ્કેલી પેદા કરનારા નેતા મણિશંકર ઐય્યરે મોદી પર જૂની ટીપ્પણીને રિવાઈન્ડ કરી દીધી

ચૂંટણી ટાણે જ કોંગ્રેસ માટે મુશ્કેલી પેદા કરનારા નેતા મણિશંકર ઐય્યરે મોદી પર જૂની ટીપ્પણીને રિવાઈન્ડ કરી દીધી

કોંગ્રેસના નેતા મણિ શંકર અય્યર ફરીવાર લોકસભાની ચૂંટણી દરમ્યાન ચર્ચામાં આવ્યા. મણિ શંકર અય્યરે એક બ્લોગમાં જણાવ્યુ કે, પીએમ મોદીએ અંગે કરેલી વિવાદિત ટિપ્પણી પર આજે પણ હું કાયમ છુ. મેં પીએમ મોદી અંગે 2017માં ભવિષ્યવાણી કરી હતી. જે અત્યારે સત્ય સાબિત થઈ છે.ચૂંટણીમાં સૌથી વધારે વાયદા કરનાર પીએમ મોદીને દેશની જનતા જડબાતોડ જવાબ આપવાની છે.

અય્યરે લખેલા બ્લોગમાં જણાવ્યુ હતુ કે, મોદી સરકારના દિવસો હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. જેથી દેશને અનેક વાયદા કરનારી મોદી સરકાર હવે જવાની છે. મહત્વપૂર્ણ છે કે, સાત ડિસેમ્બર, 2017માં મણિ શંકર અય્યરે પીએમ મોદી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. જે બાદ ભાજપે તેનો વિરોધ કર્યો હતો. ભાજપના વિરોધ બાદ મણિ શંકર અય્યરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેમની કોંગ્રેસમાં પણ વાપસી થઈ હતી. ત્યારે ફરીવાર મણિ શંકર અય્યર કોંગ્રેસ માટે મુશ્કેલી પેદા કરવા ચૂંટણી મેદાનમાં આવી ગયા છે.

READ ALSO

Related posts

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!