GSTV
Home » News » મોદી સરકારના મંત્રીઓ કાયર અને ડરપોક, કોંગ્રેસી નેતાએ આ મામલે કાઢી ઝાટકણી

મોદી સરકારના મંત્રીઓ કાયર અને ડરપોક, કોંગ્રેસી નેતાએ આ મામલે કાઢી ઝાટકણી

વિવાદિત નિવેદનો કરવા માટે જાણીતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે ફરી એક વખત કાશ્મીર મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કેરળના મલ્લપુરમમાં એક સભાને સંબોધિત કરતા મણિશંકર ઐય્યરે ભાજપના નેતાઓને વિશ્વાસઘાતી, દેશદ્રોહી અને કાયર ગણાવ્યા. ઐય્યરે કહ્યું કે ભાજપના નેતાઓ પોતાને જનતાના પ્રતિનિધિ કહે છે. પરંતુ જો એવું હોત તો તેઓ વર્ષો પહેલા ચૂંટાઇ આવ્યા હોત.

મુસ્લિમ વિરોધી કાયદાઓને આગળ ધપાવીશું

ભાજપ કહે છે કે અન્ય પક્ષો સાથે મળીને રાજ્યસભામાં તેની પાસે તોડ-જોડ માટે થોડી બહુમતિ છે એટલે અમે અમારી મરજી મુજબ તમામ મુસ્લિમ વિરોધી કાયદાઓને આગળ ધપાવીશું.

ઐય્યરે કહ્યું કે ભાજપે આની શરૂઆત કલમ 370 અને 35-એ હટાવીને કરી. ભાજપે જમ્મુ-કાશ્મીરના બે ભાગલા કર્યા. લોકો સાથે અત્યાચાર કર્યા. અંદાજે 4 હજાર નેતાઓને જેલમાં ધકેલી દીધા. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ દેશદ્રોહી છે. ભાજપના 36 કેન્દ્રીય પ્રધાનો જમ્મુ-કાશ્મીરની મુલાકાત લઇ રહ્યા છે. પરંતુ તેમાંથી મોટાભાગના કાયર અને ડરપોક છે. હકીકતમાં 36 પૈકી 31 પ્રધાનો જમ્મુ જશે. જ્યારે કે બાકીના ફક્ત 5 જ પ્રધાનો કાશ્મીર જશે.

READ ALSO

Related posts

ટ્રમ્પ વિલેજ: ભારતમાં આવતા ટ્રમ્પ સાહેબથી કોઈને ફાયદો થાય કે ન થાય, આ ગામને જરૂર થવો જોઈએ

Pravin Makwana

ઘરમાં પત્ની,માતા,બહેન,બેટી અને ઘરની બહાર એક બિઝનેસ વુમન: ટ્રમ્પની છે આ ખાસમખાસ

Mansi Patel

મોદીની લાલજાજમ છતાં ટ્રમ્પ કેમ છે નારાજ, જાણો ભારતનો કયા મામલે અમેરિકા સાથે ચાલી રહ્યો છે ખટરાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!