VIDEO: એક ફટાકડો જે બદલી દે રોડની દશા, એવો ફૂટ્યો કે ઈંટે ઈંટ બહાર કાઢી લીધી

ચાઈનીઝ ન્યૂ યર ધુમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો ફટાકડા ફોડીને ઉજવે છે. આ દરમિયાન ચીનનો એક વિડિયો વાયરલ થયો છે. તમે એ જોઈને આશ્ચર્યમાં આવી જશો. એક છોકરાએ એવો ફટાકડો ફોડ્યો કે જેના પર વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે.

છોકરાએ ગટર પર એક ફટાકડો રાખ્યો. પછી જે કંઈ થયું તે જોવા જેવું છે. ફટાકડો જેવો ફૂટ્યો અને રસ્તાને ઉડાવી દીધો. વિસ્ફોટ થવાને લીધે ગટર ઉડી ગઈ અને ધુમાડો બહાર આવ્યો. આ બનાવ સીસીટીવીમાં રેકોર્ડ થયો છે. શાંઘાઈના જણાવ્યા મુજબ, આ બનાવ ચાઇનાના મંગોલિયન શહેર ચેફેંગમાં થયો હતો. આ વિડિયો બુધવારે શેર કરવામાં આવ્યો છે. બુધવારે એક માણસ ફટાકડા સાથે ગટર સુધી પહોંચે છે અને થોડીક સેકંડમાં મોટો અવાજ આવે છે અને વિસ્ફોટ થાય છે. જે ઘટના તમે અહીં વિડીયોમાં જોઈ શકો છો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter