GSTV
Home » News » માંગરોળના દરિયાએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યુ, 35 હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું

માંગરોળના દરિયાએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યુ, 35 હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું

માંગરોળના દરિયાએ રોદ્ર સ્વરુપ ધારણ કર્યુ છે. દરિયાના પાણી જેટીની ખાડીમાથી બહાર ઘુસ્યા હતા. હવે જો આનાથી ઉપર પાણીની સપાટી જાય તો માછીમારોને પોતાની બોટોમાં લાખોનું નુકશાન થાય તેમ છે..જેથી માછીમારોના જીવ તાળવે ચોટ્યા છે…ઘણા વર્ષો બાદ જેટી બહાર પાણી જોવા મળ્યું છે..

1984માં અહી પાણી પહોચ્યું હતું..દરિયાએ રોદ્ર રૂપ ધારણ કરતાં દરિયા કીનારાની આસપાસ ન જવા તંત્રએ લોકોને સુચના આપી છે.. એનડીઆરએફની ત્રણ ટુકડી તેમજ આર્મી જવાનો સહીતનો કાફલો તૈનાત કરાયો છે..હાલ માંગરોળના દરિયા કિનારા પર 76 કિમીની ઝડપે પવનની લહેરો ચાલી રહી છે. વાયુ વાવાઝોડું પોરબંદર તરફ આગળ વધી રહ્યુ છે..ત્યારે વાવાઝોડાને શાંત કરવામાં માટે પોરબંદરમાં હવન કરવામાં આવ્યો હતો..

વાયુ વાવાઝોડાના ખૌફથી 35 હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતુ…માછીમારો સાથે તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ લઇ જવામાં આવ્યા હતા..સાથે જ સૌરાષ્ટ્ર કચ્છનું તંત્ર સાબદુ બન્યુ છે…અને એનડીઆરએફ અને આર્મીની ટીમ તૈનાત કરવામાં આવ્યુ હતુ..

READ ALSO

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

વિશ્વની સૌથી મોટી બેવરેજ કંપનીએ CCDનો હિસ્સો ખરીદવાની તૈયારી બતાવી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!