GSTV

Video:સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદથી આ તાલુકો તારાજ,અનેક ગામો સંપર્ક વિહોણા

વરસાદ

માંગરોળ પંથક માં સતત ચાર દિવસથી પડી રહેલ વરસાદ અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ઓજત નદી છલકાતાં માંગરોળના ઘેડ પંથકના તારાજ કરી નાખ્યું છે અને ત્રીજીવખત ઘેડ પંથકના ઓસાઘેડ સામરડા સરમા હંટરપુર લાંગડ ફુલરામા સહીતના ગામોને જળ બંબાકાર કરી નાખતાં ખેડુતોએ વાવેતર કરેલ મગફળી ફેલ જવાની પુરી સંભાવના શેવાઇ રહી છે તો ખેડુતોની તંત્ર વ્હારે આવે તેવી માંગ ખેડુતો કરી રહયા છે હાલતો આ ગામો જળ બંબાકારની સ્થીતિમાં લોકો જીવી રહયા છે.

ઘેડ પંથકના આ ગામોનો સંપર્ક કપાયો

માંગરોળમાં વરસી રહેલા વરસાદને પગલે ઓઝત નદીમાં પૂર આવ્યા.જેના લીધે ઘેડ પંથકના ગામડાઓનો સંપર્ક કપાયો છે. ઘેડ પંથકના ઓસાઘેડ ,સામરડા ,સરમા ,હંટરપુર ,લાંગડ, ફુલરામા સહીતના ગામો સતત ત્રીજી વખત સંપર્ક વિહોણા બન્યા છે. ઘેડ પંથકના ખેતરોમાં પાણી ભરાઈ જવા ના લીધે મગફળીના પાકને ભારે નુકસાન થવાની વકી ખેડૂતોમાં વર્તાઈ રહી છે. જેને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Read Also

Related posts

સરકારનો વાલીઓને સ્પષ્ટ સંદેશ : ફીના મામલે અમે સ્કૂલ સંચાલકોની સાથે, તમારું જે થવું હોય તે થાય

pratik shah

સ્કૂલ ફી ભરવાની આ છે છેલ્લી તારીખ : આ ફી તો ન ભરવાનો સરકારે કર્યો છે આદેશ, ટ્યૂશન ફીમાં થયો છે ઘટાડો

Bansari

કામના સમાચાર/ CNG ગેસના ભાવમાં આજથી થશે ઘટાડો, રાજ્યના અંદાજે 22 લાખથી વધુ ગ્રાહકોને ફાયદો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!