ડેમમાં પાણીની સપાટી ઓછી થઈ અને મહાકાય મગરો ખુલ્લા મેદાનમાં દેખાવા લાગ્યા

માળીયા હાટીના વ્રજની ડેમમાં પાણીની સપાટી ઓછી થતા મહાકાય મગરો ખુલ્લા મેદાન આવવા લાગ્યા છે. આ મગરોને જોવા માટે લોકો મોટી સંખ્યામા ડેમની મુલાકાત લઈ રહ્યા છે. ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન પુર્ણ સપાટીએ ભરાયો હતો.

પરંતુ હાલમા પાણીની સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે જેથી મગરો ખુલ્લામા આવીને આરામ ફરમાવે છે. વન વિભાગના આર એફ ઓ ના જણાવ્યા પ્રમાણે બે વર્ષથી ગ્રામ્ય વિસ્તારમાથી રેસ્કીયુ દ્વારા મગરોને ડેમમા મુકવામા આવતા નથી. વધુમા જણાવ્યું કે એક અંદાજ મુજબ 20 થી 25 મગરો ડેમ મા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter