GSTV
Home » News » ગરમીમાં ટાઢક આપશે આ ડ્રિન્ક, ઝટપટ બનાવો મેંગોટેન્ગ

ગરમીમાં ટાઢક આપશે આ ડ્રિન્ક, ઝટપટ બનાવો મેંગોટેન્ગ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં કંઇ ઠંડુ પીવાનું મન તો બધાને જ થતું હોય છે. તેવામાં જો કોઇ નવી અને ઝટપટ બની જાય તેવી રેસીપી વિશે વિચારી રહ્યાં હોય તો અમે તમારા માટે લઇને આવ્યાં છીએ એક એવી હેલ્ધી અને ટેસ્ટી ડ્રિંક જે તમને ગરમીમાં રાહત તો આપશે જ સાથે સાથે ઝટપટ બની પણ જશે. ચાલો બનાવીએ મેંગોટેન્ગ….

સામગ્રી:

૨ પાકી કેરી

૧ કપ ક્રીમ

૨ રિંગ પાઈનેપલ

 ૧/૨ કપ બૂરું (ખાંડ)

 ૧/૨ સમારેલી કેરી

 ૧/૨ કપ ટિનમાંથી કાઢેલું પાઈનેપલ

 ૧ લીંબુનો રસ.

સજાવટ માટે:

 ક્રન્ચી બિસ્કિટ, પાઈનેપલની રિંગ.

રીત:

પાકેલી કેરીને છોલી, તેને સમારી, ખાંડ નાખી મિક્સીમાં ક્રશ કરી લો. તૈયાર થયેલા રસમાં ફીણેલું  ક્રીમ કેરી તથા પાઈનેપલના નાના નાના સમારેલા ટુકડા  ભેળવો. તેને ફ્રીઝરમાં મૂકી સેટ થવા દો.

પીરસતી વખતે ગ્લાસમાં પહેલાં લીંબુનો થોડો રસ અને સેટ કેરલ કેરીનું મિશ્રણ નાખો. તેના પર ટિનમાંથી કાઢેલ પાઈનેપલ નાખો. છેલ્લે પાઈનેપલની રિંગ અને ક્રન્ચી બિસ્કિટથી ઠંડુ ઠંડુ મહેમાનોને પીરસો.

Read Also

Related posts

ક્રિકેટના મેદાનમાં મોટી દુર્ઘટના, ખેલાડીની તુટીને અલગ થઈ ગઈ…

Nilesh Jethva

પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો, કાર રોકાવી તેની તપાસ કરી તો આ નિકળ્યું

Riyaz Parmar

અમદાવાદમાં 4 સ્થળે ITનાં દરોડ, 100 કરોડ કરતા વધુનાં બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા

Riyaz Parmar