GSTV

સુરતમાં વેચાય છે ઝેરી કેરી, શું તમે તો નથી પારખ્યોને આ કેરીનો સ્વાદ ?

Last Updated on April 6, 2018 by Mayur

કેરીનો રસ કોને ન ભાવે, બધાને ભાવે પણ જો તમે બજારમાં મળતો કેરીનો રસ ખાવ છો, તો સમજી લેજો કે ઝેર ખાઇ રહ્યા છો.  હજુ બજારમાં કેરી આવી નથી ત્યાં જ બજારમાં બેફામ રીતે સ્વાદિષ્ટ કેરીનો રસ મળવા લાગ્યો છે. ત્યારે મનમાં પ્રશ્ન ઉઠે કે આ મહાશયો ક્યાંથી કેરી લાવ્યા અને કેવી રીતે તેઓ અગાઉથી જ કેરીનો રસ વેચવા લાગ્યા ?

તો અહીં વાત ચોંકી જાય તેવી છે, બજારમાં મળતો કેરીનો રસ મોટાભાગે કેરીનો રસ હોતો જ નથી.તે પપૈયાનો રસ હોય શકે છે. તેમાં ખાંડને બદલે સેકરીન વાપરવામાં આવતું હોય છે. ઓછામાં પુરુ ઘણી વખત તો ગત્ત વર્ષે સડેલી કેરીનો તૈયાર કરેલો રસ ફ્રિઝરમાં રાખીને બીજા વર્ષે સિઝન પહેલા બજારમાં વેચાતો હોય છે. તેમાં પણ મોટાભાગે હોય છે તો સેકરીન જ. ત્યારે કલ્પના કરો કે કેરીના પીળા દેખાતા આ રસના નામે લોકોના સ્વાસ્થય સાથે કેવી રીતે ચેડા થતા હોય છે.

ત્યારે આવા જ પીળીયા રસના ભેળસેળીયા ખેલાડીઓને આઉટ કરવા માટે સુરત મહાનગરપાલિકા તંત્ર સફાળુ જાગ્યું અને સુરતના વિવિધ વિસ્તારની કેરીના રસની દુકાનો, ઉત્પાદન સ્થળો તેમજ જ્યૂસ સેન્ટર્સ પર દરોડા પાડવામાં આવ્યા. જેમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કતારગામ અને વેડરોડ ખાતે ગોકુલ રસ કેન્દ્રમાં દરોડા પાડવામાં આવ્યા જ્યાંથી લુઝ,પેકીંગ અને બેરલમાં રહેલ કેરીના જ્યુસના સેમ્પલ લઈ તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલાયા. તો સુરતના વેડ રોડના મોરડીયા રસ કેન્દ્ર પર પણ તંત્રએ દરોડા પાડીને સેમ્પલ લેવાની કામગીરી કરી હતી.

બીજી તરફ આરોગ્ય વિભાગે કેરીનો રસ વેચતી દુકાનો અને ગોડાઉનોમાં તપાસ હાથ ધરી. જ્યાંથી કેરીનો રસ તેમજ ખાંડની ચાસણીના નમૂના લેવાયા. કેરીના રસમાં સેકરીન, ખાંડની ચાસણી, પપૈયું અને કેમિકલ વાળા એસન્સ જેવી ચીજવસ્તુ ઓનું મિશ્રણ થતું હોય છે. વધુ પડતી સેકરીન, ખાંડની ચાસણી, કલર આરોગ્ય માટે હાનીકારક હોય છે.

 

 

 

 

 

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!