GSTV
Home » News » શિયાળામાં બજારમાં આવી ગઈ કેરી, આ છે ડઝનનો ભાવ

શિયાળામાં બજારમાં આવી ગઈ કેરી, આ છે ડઝનનો ભાવ

હવે શિયાળાની સીઝનમાં પણ ભારતમાં કેરીની મજા લઈ શકાશે. આફ્રીકી દેશ મલાવીની પ્રખ્યાત કેરી માલવી ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. સામાન્ય રીતે ભારતમાં કેરી ગરમીની સીઝનમાં આવે છે. જેના કરણે ભારતમાં શિયાળાની સીઝનમાં તાજી કેરીની મજા માણી શકાતી નથી. વેપારીઓના જણાવ્યા અનુસાર માલવી કેરીનો સ્વાદ અલ્ફાંસો કેરી જેવો હોય છે. તેની ભારતમાં આયાત શરૂ થઈ ચુકી છે. આ કેરી આફ્રિકન દેશ માલવીમાં થાય છે.

વેપારીના જણાવ્યા અનુસાર અનુસાર માલવી કેરી મુંબઈ અને પૂણેમાં અંદાજે 1,500-1800 રૂપિયા ડઝનના ભાવે વેચાઈ રહી છે. જો કે ભારતમાં કેરીની સીઝન જાન્યુઆરીથી શરૂ થાય છે. મલાવી મેંગો કંપનીના જણાવ્યા અનુસાર મલાવી કેરી ભારતીય કેરી અલ્ફાંસો જેવી હોય છે. આ કંપની કેળા, અનાનસ અને કેરીના ઉત્પાદન અને તેની પ્રોસેસ સાથે જોડાયેલી છે.

વેપારીઓએ ગત વર્ષે પણ મલાવીથી કેરીની આયાત કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેના માટે મંજુરી મળી ન હતી. હવે બન્ને દેશોએ કેરીની આયાત માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય વેપારીઓ આફ્રિકી દેશમાંથી  કેરીની આયાત કરવા માટે ઉત્સાહિત છે કારણ કે બન્ને દેશોમાં કેરીનો પાક તૈયાર થવાનો સમય અલગ અલગ છે. ભારતીય કેરી ઓક્ટોબર થી ડિસેમ્બર સુધી ઉપલબ્ધ નથી હોતી જ્યારે મલાવીમાં આ સમય દરમિયાન કેરીનુ ઉત્પાદન કરવામાં આવે છે.

Related posts

હૈદરાબાદના ‘ભાઈજાનથી’ સાવધ રહેવા બંગાળની દીદીની સલાહ, અચાનક મમતા બેનર્જીની રણનીતિમાં ફેરફાર કેમ ?

Mayur

JIOની સફળતા રિલાયન્સને ફળી ગઈ, આ કિર્તીમાન રચનારી દેશની પ્રથમ કંપની

Mayur

શિવસેના માટે મુખ્યમંત્રીની ખુરશી ‘બીરબલની ખીચડી’ સમાન, જૂના પાર્ટનર ભાજપ તરફ કુણી લાગણી વ્યક્ત કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!