GSTV
Gujarat Government Advertisement

Health / શું કેરી ખાવાથી મેદસ્વીતા વધી જાય ને ઇમ્યુનિટી ઘટી જાય! જાણો શું કહે છે નિષ્ણાંતો

Last Updated on June 9, 2021 by Dhruv Brahmbhatt

જૂનની ભારે ગરમી વચ્ચે કોરોનાની મહામારી વચ્ચે કેરીના બગીચાઓની દેખભાળ કરનારાઓની સમસ્યા સતત વધતી જઇ રહી છે. બીજી બાજુ કેટલાંક યુવાઓનું એવું ખોટું અનુમાન છે કે, કેરી ખાવાથી મોટાપા આવી જાય છે. કેરીની સિઝન હાલમાં ચાલુ છે. કોરોના કરફ્યુના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતો પોતાનો ખર્ચ નીકાળવાની સંપૂર્ણ કોશિશ કરી રહ્યું છે. એવામાં યુવાઓમાં ફેલાયેલી ભ્રાંતિ તેમની મુશ્કેલીમાં હજુ વધારો કરી શકે છે.

mango

વરિષ્ઠ આયુર્વેદિક ચિકિત્સક સચિવ આરોગ્ય ભારતી અવધ પ્રાંત વૈદ્ય અભય નારાયણના જણાવ્યાં અનુસાર, કેરીમાં વધારે માત્રામાં કોપર હોય છે, તે શક્તિવર્ધક પુષ્ટિકારક અને હ્રદયને શક્તિ આપનાર ક્રાંતિકારક અને શીતળ હોય છે. પરંતુ જે કેરી થોડીક મીઠી હોય છે, તે અગ્નિ કફ અને શુક્ર આવર્ધક હોય છે. આ સાથે જે વૃક્ષ સંપૂર્ણ રીતે પાકી જાય છે તે શીતળ, વાત પત્ર નાશક અને તેજીથી પચી જનાર હોય છે. જો કે, તેને ખાવાથી મોટાપા આવી જાય તે એક વહેમ છે. પરંતુ ભોજન સમાન સમજી વિચારીને જ તેનું સેવન કરવું જોઇએ. વધારે સેવન કરવાથી તે નુકસાનદાયક પણ છે.

obesity

કેરી ખાવાથી મોટાપા થાય તે એક ભ્રમણા છે

યોગાચાર્ય પ્રતિષ્ઠા માહેશ્વરી લગભગ 5 વર્ષથી યોગ શીખવી રહ્યાં છે અને યોગમાં તેઓએ મહારથ હાંસલ કર્યો છે. તેઓ કહે છે કે, કેરીનું ફળ પ્રવાહી હોય છે અને તે આપણાં સ્નાયુઓ પર એટલી અસર નથી કરતું. જો કે દરેક વ્યક્તિએ નિયમિતપણે યોગ કરવા જોઈએ. પ્રાણાયામ જેવા યોગ કરવાથી આપણી પાચનક્રિયા તંદુરસ્ત રહે છે. કેરી ખાવાથી મોટાપા થાય તે એક ભ્રમણા છે.

immunity

કેરી ખાવાથી કોઈ જ મુશ્કેલી થતી નથી

ડૉ. અશોકકુમાર મિશ્રા એમડી મેડિસિન સિનિયર ફિઝિશિયનના જણાવ્યાં પ્રમાણે, કેરી ખાવાથી કોઈ જ મુશ્કેલી થતી નથી. પરંતુ સૌથી મોટી બાબત એ છે કે જો તમે કોઈ પણ વસ્તુનો વધુ પડતો વપરાશ કરશો તો ત્યાં જરૂરથી સમસ્યા આવશે. અન્ય કેરીમાં થોડુંક કાર્બેટ હોય છે, જે એક્સ્ટ્રા ફેટ વધારી શકે છે, જેના કારણે તેની આડઅસર વધી શકે છે.

MANGO

કેરીમાં વધારે માત્રામાં વિટામિન-C હોય છે

પીસીસીએમ કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજ લખનૌના ફરહિન અલી ડાયેટ એક્સપર્ટના જણાવ્યાં મુજબ કેરી ‘ફ્રૂટનો રાજા’ છે. ઉનાળામાં દરેકને તે ગમે છે. પરંતુ એક દંતકથા છે કે જો આપણે કેરી ખાઈશું તો તેનાથી આપણું વજન વધી જશે. પરંતુ ખરેખર તેને યોગ્ય માત્રામાં ખાવાથી આવું ક્યારેય બનતું નથી. તેનાથી તમારું વજન વધશે નહીં. 100 ગ્રામ કેરીમાં 60 કેલરી હોય છે. જો કોઈ વ્યક્તિ જુદા-જુદા સમયે દરરોજ 1-2 કેરી ખાતો હોય અને પોતાની કેલરીનું પણ સતત નિરીક્ષણ કરે તો તેનું વજન વધશે નહીં. કોરોનાના જોખમ વચ્ચે પણ આપણે કેરી ખાઈ શકીએ છીએ, કારણ કે તેમાં વધારે માત્રામાં વિટામિન-C હોય છે અને તે એક એવું ફળ છે જે કે રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

માથાનો દુ:ખાવો અને હાઈ બ્લડપ્રેશરથી રાહત અપાવે છે શવાસન, ચમત્કારીક ફાયદાઓ જાણ્યા પછી કરવાનું ભૂલશો નહીં

Harshad Patel

Fake and real milk: શું તમે જે દૂધ પીવો છો તે નકલી છે કે અસલી? ઘરે બેસીને મીનિટોમાં આવી રીતે જાણો….

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!