એક મહિનામાં આ ડેબિટ-ક્રેડિટ કાર્ડ થઇ જશે બંધ, ક્યાંક તમારુ તો નથી ને…

જો તમારી પાસે પણ એટીએમ (ડેબિટ) અને ક્રેડિટ કાર્ડ હોય તો આ ખબર તમારા માટે ખૂબ જ મહત્વની છે. આરબીઆઇની ગાઇડલાઇન્સ અનુસાર 1 જાન્યુઆરીથી મેગ્નેટિક સ્ટ્રીપ વાળુ કાર્ડ બંધ થઇ જશે એટલે કે એક જાન્યુઆરીછી મેગ્નેટિક સ્ટ્રીપ વાળુ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ બેકાર થઇ જશે.

હકીકતમાં 1 જાન્યુઆરી 2019થી પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર બેન્કના તમામ મેગ્નેટિક સ્ટ્રિપ વાળા કાર્ડ અમાન્ય થઇ જશે. હાલ દેશમાં બે પ્રકારના કાર્ડ ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે. મેગ્નેટિક સ્ટ્રીપ વાળુ કાર્ડ અને ચિપ વાળુ કાર્ડ. પરંતુ મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડ સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ન માનવામાં નથી આવતુ અને તે જ બંધ થવા જઇ રહ્યું છે.

આરબીઆઇના નિયમ અનુસાર મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડને ચિપ વાળા કાર્ડથી રિપ્લેસ કરી દેવામાં આવશે. આરબીઆઇએ આ પગલું ગ્રાહકોના એટીએમ-ડેબિટ કાર્ડની ડિટેલ્સ સુરક્ષિત રાખવા માટે લીધું છે.

બેન્ક દ્વારા જુના ATM કાર્ડ બદલીને તેની જગ્યા પર EMV ચિપ વાળા ડેબિટ કાર્ડ આપવામાં આવશે. નવા કાર્ડ માટે તમે ઓનલાઈન બેકિંગ દ્વારા અપલાય કરી શકો છો. જો તેમ ન કરવું હોય તો બેન્કની બ્રાન્ચમાં જઈને અપલાય કરી શકો છો. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2017 બાદ જુના કાર્ડ બંધ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2018થી તેને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે.

આ કારણથી બંધ કરવામાં આવી રહ્યા છે જુના કાર્ડ

જુના ATM અને ડેબિટ કાર્ડની પાછળની બાજુ એક કાળી પટ્ટી જોવા મળે છે. આજ કાળી પટ્ટી મેગ્નેટિક સ્ટ્રિપ છે. જેમાં તમારા ખાતાની સંપૂર્ણ જાણકારી છે. ATMમાં આ કાર્ડ નાખીને પીન નાખ્યા બાદ તમે તમારા નાણાં ઉપાડી શકો છો. અને ખરીદી માટે આ કાર્ડને સ્વાઈપ કરવામાં આવે છે.

મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડ નથી સુરક્ષિત

રિઝર્વ બેન્ક અનુસાર, મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડ હવે જુની ટેક્નોલોજી થઈ ચુકી છે અને હવે આવા કાર્ડ બનાવવાનું બંધ પણ કરી દેવામાં આવ્યું છે. કારણ કે આ કાર્ડ સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. માટે દરેક જુના કાર્ડને હવે નવા ચિપ કાર્ડ સાથે બદલી લોવામાં આવશે.

વધુ સુરક્ષિત છે નવા EMV ચિપ વાળા કાર્ડ

EMV ચિપ વાળા ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ પર એક નાની ચિય લગાવવામાં આવી છે. જેમાં તેમારા ખાતાની સંપૂર્ણ જાણકારી હશે. આ જાણકારી ઈનક્રિપ્ટેડ હોય છે. જેથી કરીને કોઈ તેના ડેટાને ચોરી ન કરી શકે. EMV ચિપ કાર્ડમાં ટ્રન્જેક્શન વખતે યૂઝર માટે ટ્રાન્જેક્શન ડોક જનરેટ થાય છે. જે વેરિફિકેશનને સપોર્ટ કરે છે જ્યારે મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડમાં આમ નથી હોતું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter