GSTV
Home » News » ઊંધા બિનવારસી હેલમેટને સીધું કરતાં મળ્યું એવું કે લોકો ચોંકી ગયા, પોટલાઓ જોઈ પોલીસ પણ ચોંકી

ઊંધા બિનવારસી હેલમેટને સીધું કરતાં મળ્યું એવું કે લોકો ચોંકી ગયા, પોટલાઓ જોઈ પોલીસ પણ ચોંકી

મેંગ્લોર શહેરના બે અલગ અલગ વિસ્તારમાંથી એક મહિલાના દેહના કેટલાક કટકા મળયા હતા. મેંગ્લોર પોલીસના કહેવા મુજબ રસ્તાના કિનારે આવેલી એક ફળની દુકાનવાળાને તા.૧રના રોજ સવારે પોતાની દુકાનના આગળના ભાગે એક હેલમેટ અને એક બેગ જોવા મળયા.દુકાનદારે બેગ ખોલી તેમાંથી મહિલાના દેહના ટુકડા મળયા. હેલમેટને ઉંધી કરી જોયું તો તેમાં મહિલાનું માથું હતું. મહિલાના શરીરના કેટલાક ભાગો નંદીગુડા વિસ્તાર અને કેટલાક ભાગ નંતુર અને કેપીટી હાઇવે વચ્ચેથી મળયા હતા.

જ્યારે પોલીસ કમિશનર સંદીપ પાટીલે જણાવ્યા મુજબ મૃતક મહિલાનું નામ શ્રીમતિ શેટી છે અને તે અમર અલ્વા રોડ નજીક રહે છે. પ્રારંભિક તપાસ દરમિયાન એવું જાણવા મળે છે કે મહિલાની હત્યા કોઇ અંગત કારણે થઇ છે. શેટી પંડેશ્વરમાં એક ઇલેકટોનિકસની દુકાન ચલાવે છે અને તે પોતાના પતિ સુદીપ સાથે છૂટાછેડા લીધા બાદ એકલી રહેતી હતી.

સુદીપ છેલ્લા એક અઠવાડિયાથી મોબાઇલ ચોરીના કેસમાં મેગ્લોર જિલ્લા જેલમાં કેદ છે.પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં રવિવારે સવારે કેટલાક શખસો બેગ અને હેલમેટ મુકીને જતા જોવા જણાયા હતા. ગુનેગારોને શોધવા માટે પોલીસે ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. જો કે હજુ સુધી આ મામલે કોઇની ધરપકડ કરાઇ નથી.

ત્યારે પંડેશ્વ્રર પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે મહિલાના શરીરના ભાગો હોસ્પિટલમાં મોકલી દેવાયા છે અને તપાસ ચાલુ છે. મહિલાના શરીરના અંગો મળયા તેના બે દિવસ પહેલા શેટીના પરિવારજનોએ તેના ગુમ થવા અંગે પંડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ પણ લખાવી હતી.

READ ALSO

Related posts

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

એક્ઝિટ પોલ એટલે શું? જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ

Riyaz Parmar

લોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!