GSTV
Home » News » PM મોદીને મત આપવા માટે આ શખ્સે વિદેશની પ્રતિષ્ઠીત નોકરી છોડી દિધી

PM મોદીને મત આપવા માટે આ શખ્સે વિદેશની પ્રતિષ્ઠીત નોકરી છોડી દિધી

આ વાત સાંભળીને નવાઇ થશે,પરંતુ આ વાત એકદમ સાચી છે. મેંગ્લુરૂમાં એક વ્યક્તિએ માત્ર વડાપ્રધાન મોદીને વોટ આપવા માટે ઓસ્ટ્રેલિયામાં લાગેલી પોતાની નોકરી છોડી દિધી છે. 41 વર્ષનાં સુધિંદ્રા હેબ્બારે સિડની એરપોર્ટ પર સ્ક્રિનીંગ ઓફિસરનાં પદ પર નોકરી કરતા હતાં.

મળતી માહિતી પ્રમાણે શનિવારે જ્યારે વડાપ્રધાન મોદી મેંગ્લુરૂનાં નહેરૂ મેદાનમાં સભા સંબોધતા હતા. ત્યારે આ સભામાં મોદી સમર્થકોની ભીડમાં ઓસ્ટ્રેલિયાનાં એક મોદી ફેન પણ હાજર હતા. સુધિન્દ્રા હેબ્બારે પોતાની ઓસ્ટ્રેલિયાની જોબ છોડવાનો નિર્ણય કર્યો, જેથી તે ભારતમાં પોતાનો વોટ આપી શકે. તેમજ પોતાનાં મનપસંદ નેતાને બીજી વખત વડાપ્રધાન બનતા જોઇ શકે.

સિડની એરપોર્ટ પર સુધિન્દ્રા દોઢ વર્ષથી નોકરી કરતા હતાં. પરંતુ એરપોર્ટ પર પેસેન્જરોનાં ભારે ઘસારાને કારણે તેમને રજા મળવાની શક્યતા ઓછી જણાતા.તેમણે નોકરી છોડવાનો નિર્ણય કર્યો,જેથી તે પોતાનાં વતનમાં જઇને મતદાન કરી શકે. સુધિન્દ્રએ જણાંવ્યું કે,મને 5થી 12 એપ્રિલ સુધીની રજા મળી હતી.તેમજ એરપોર્ટ પર ઇસ્ટર અને રમઝાનનાં તહેવારને કારણે મારી રજા વધારી શકાય તેમ નહોતું. મત આપવા માટે હું ખુબ અધીરો હતો.તેથી મેં નિર્ણય કર્યો કે હું રાજીનામું આપીને પરત ઘરે જતો રહિશ.

વિદેશીઓ પાસેથી સાંભળે છે મોદી સાહેબનાં વખાણ

એમબીએ ગ્રેજ્યુએટ સુધિન્દ્રાએ જણાંવ્યું કે,તે અહિં દુનિયાભરનાં લોકો સાથે કામ કરે છે.જેમાં પાકિસ્તાની અને યુરોપીયન પણ સામેલ છે.જ્યારે તેમનાં મોંઢે ભારતનાં ઉજ્જવળ ભવિષ્યની વાતો સાંભળું છું તો મને ગર્વ અનુભવ થાય છે. ભારતની આ બદલતી છબી અને સફળતાનો શ્રેય પીએમ મોદીને ફાળે જાય છે. સુધિન્દ્ર કહે છે કે સરહદ પર જઇને હિં દશની સેવા તો નહિં કરી શકું પરંતુ મારા મતાધિકારનો ઉપયોગ કરીને મારી ફરજ નિભાવીશ.

સુધિન્દ્રા ધરાવે છે ઓસ્ટ્રેલિયાનાં PR વિઝા

રસપ્રદ વાત એ છે કે,સુધિન્દ્રા વર્ષ 2014ની 17 એપ્રિલનાં રોજ બેંગ્લુરૂથી ઓસ્ટ્રેલિયા ગયા હતાં.ત્યારે કર્ણાટકમાં માત્ર એક તબક્કામાં મતદાન કરાયું હતું. ત્યારે પણ તેમણે જવાબદાર નાગરિક તરીકે પોતાનાં વતન હોસાબેટ્ટુમાં સવારે સાત વાગ્યામાં મતદાન કર્યુ હતું. પછી ત્યાંથી 9 કલાકની મુસાફરી કરીને બેંગ્લુરૂ પહોંચ્યા હતાં.  ત્યારબાદ રાત્રે સિડની માટે રવાના થયા હતાં.

સુધિન્દ્રા 23-મે એટલે કે ચૂંટણી પરિણામ સુધી મેંગ્લુરૂમાં જ રહેશે ત્યારપછી નવી જોબ શોધવા માટે ફરી ઓસ્ટ્રેલિયા જશે.મહત્વનું  છે કે સુધિન્દ્રા પાસે પરમેનન્ટ રેસિડન્સ કાર્ડ હોલ્ડર (Permanent Residency Card-Holder in Australia) ધરાવે છે,તેથી તેમને ઓસ્ટ્રેલિયામાં નવી જોબ શોધવામાં તેમને મુશ્કેલી નહિં પડે. તેમની પત્ની ફિજી ઓસ્ટ્રેલિયન છે.

READ ALSO 

Related posts

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા

pratik shah

સુરતમાં અગમ્ય કારણોસર માતાએ પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

pratik shah

ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે મોં પર ચોપડાવ્યું: ભારત સાથે મારા સારા સંબંધો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!