GSTV
Home » News » યેદિયુરપ્પાની ઓડિયો ટેપની સીટ દ્વારા તપાસ, આ છે સમગ્ર ઘટનાક્રમ

યેદિયુરપ્પાની ઓડિયો ટેપની સીટ દ્વારા તપાસ, આ છે સમગ્ર ઘટનાક્રમ

જેડીએસના ધારાસભ્યને પ્રલોભન આપતી યેદિયુરપ્પાની ઓડિયો ટેપની સીટ દ્વારા તપાસ કરાવવાની જાહેરાત કર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામીએ કરી છે.

આ ટેપમાં કર્ણાટક ભાજપ પ્રમુખ યેદિયુરપ્પા કર્ણાટકની જેડીએસ-કોંગ્રેસ સરકારને ઉથલાવવા માટે જેડીએસના ધારાસભ્યને લાલચ આપી રહ્યાં છે.  કર્ણાટક વિધાનસભા અધ્યક્ષ રમેશકુમારે આ સમગ્ર ઘટનાક્રમની સીટ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ટેપમાં સરકાર ઉથલાવવા માટે વિધાનસભા અધ્યક્ષમે પણ ૫૦ કરોડ રૃપિયાની વાત કરવામાં આવી છે. 

લોકસભા અધ્યક્ષે એક નિવેદનમાં જણાવ્યું છે કે સત્ય બહાર લાવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ની રચના કરો.  બીજી તરફ કુમારસ્વામીએ પણ જણાવ્યું હતું કે વિધાનસભા અધ્યક્ષ સામે કરાયેલા આક્ષેપોથી મને પણ દુ:ખ થાય છે. કુમારસ્વામીએ વિધાનસભા અધ્યક્ષને જણાવ્યું હતું કે સીટની રચના કરવા માટે હું તમારી મંજૂરી માગુ છું. આ ટેપમાં સરકાર ઉથલાવવા માટે વિધાનસભા અધ્યક્ષને પણ ૫૦ કરોડ આપવાની વાત કરવામાં આવી હતી.

કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ બાદ મુખ્ય પ્રધાન કુમારસ્વામી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ યેદિરપ્પા આમને-સામને આવી ગયા. કુમારસ્વામીએ યેદિરપ્પાની કથિત ઓડિયો  ટેપ મામલે એસઆઈટીની તપાસ કરાવવાનો નિર્ણય લેતા તેનો વિરોધ કરવામાં આવ્યો. યેદિરપ્પાએ કહ્યુ કે, મુખ્યમંત્રીની નજર હેઠળ કામ કરતી એસઆઈટીની રચના કરવી અયોગ્ય છે. આ એસઆઈટી કુમારસ્વામીના ઈશારે કામ કરશે.  કુમારસ્વામીના આદેશ બાદ એસઆઈટી 15 દિવસમાં એક રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે. ગત દિવસે કુમારસ્વામીએ  ભાજપ પર ધારાસભ્યની ખરીદીનો આરોપ લગાવ્યો હતો. કુમારસ્વામીએ પોતાના દાવાને પુરવાર કરવા એક ઓડિયા ક્લિપ પણ જાહેર કરી હતી. જેમા યેદિરપ્પા અને જેડીએસના ધારાસભ્ય નગનાગૌડા કાંડકુરના પુત્ર શરના સાથે વાતચીત કરી હતી. ઓડિયો ક્લિપમાં યેદિયુરપ્પા 25 લાખ રૂપિયા અને મંત્રી પદ આપવાનો પ્રસ્તાવ આપી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જે બાદ કર્ણાટકમાં  રાજકીય ઘમાસાણ સર્જાયુ.

Related posts

જ્યારે આ અધિકારીનું સાડા 6 કલાકમાં 6 વાર ટ્રાન્સફર થયુ હતુ ત્યારે…

Kaushik Bavishi

મહારાષ્ટ્રનાં રાજકારણમાં BJPની ફરી એન્ટ્રી, 145નાં આંકડા સાથે જઈશું રાજ્યપાલ પાસે : નારાયણ રાણે

pratik shah

નૌસેનાના 25 હજાર કરોડ રૂપિયાના સોદામાં ટાટા અને અદાણી સાથે ચાર ફર્મ શામેલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!