GSTV
Home » News » વિવાદિત નિવેદનના કારણે ચર્ચામા રહેતા મેનકા ગાંધીએ ઉમેદવારી ફોર્મ ભર્યું

વિવાદિત નિવેદનના કારણે ચર્ચામા રહેતા મેનકા ગાંધીએ ઉમેદવારી ફોર્મ ભર્યું

સુલ્તાનપુરથી ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ ઉમેદવારી પત્રક ભર્યુ. જે દરમ્યાન તેમની સાથે ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા. મેનકા ગાંધીએ ઉમેજવારી પત્રક ભરતા પહેલા સુલ્તાનપુરમાં રોડ શો કર્યો હતો. જેમા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.

મહત્વપૂર્ણ છે કે મેનકા ગાંધી પોતાના વિવાદિત નિવેદનના કારણે ચર્ચામા છે. તેમણે ગત દિવસે એક જનસભામાં જણાવ્યુ હતુ કે જે વિસ્તારમાંથી જેટલા મત મળશે એટલુ કામ કરવામાં આવશ. જે બાદ ચૂંટણી પંચે મેનકા ગાંધીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો હતો. ભાજપે આ વખતે મેનકા ગાંધીને પીલીભીતના બદલે સુલ્તાનપુરથી ટિકિટ આપી છે. જ્યારે પુત્ર વરૂણ ગાંધીને સુલ્તાનપુરના બદલે પીલીભીત પરથી ટિકિટ આપવામાં આવી છે.

READ ALSO

Related posts

ટ્રાન્સપોર્ટરોની હડતાળથી દિલ્હીમાં ચક્કાજામ-સ્કૂલો બંધ

Mayur

પાક.ની નાપાક હરકતો યથાવત્ : આંતરરાષ્ટ્રીય સરહદે ભારે તોપમારો, ભારતનો જડબાતોડ જવાબ

Mayur

અયોધ્યા કેસ : મુસ્લિમ પક્ષના વકીલે પિત્તો ગુમાવ્યો, ન્યાયધીશને જ આક્રમક ગણાવ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!