GSTV
Home » News » મનેકા ગાંધીને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું, પરંતુ મોદી સરકાર સોંપી શકે છે આ મહત્વની જવાબદારી

મનેકા ગાંધીને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું, પરંતુ મોદી સરકાર સોંપી શકે છે આ મહત્વની જવાબદારી

મોદી સરકારના બીજા કાર્યકાળમાં મનેકા ગાંધીને કેબિનેટમાં સ્થાન મળ્યુ નથી. પરંતુ મોદી સરકાર મેનકાને મહત્વની જવાબદારી સોંપી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને લોકસભાના પ્રોટમ સ્પીકર બનાવવામાં આવી શકે તેમ છે.  મનેકા આ વખતે યુપીના સુલ્તાનપુરથી લોકસભાની ચૂટંણી લડ્યા અને તેમણે જીત પણ હાસલ કરી છે.

આ પહેલા મોદી સરકારમાં તેઓ મહિલા અને બાળ વિકાસ પ્રધાન પણ રહી ચુક્યા છે.  મેનકા લોકસભાના પ્રોટમ સ્પીકર બનીને ચૂંટાયેલા સભ્યોને શપથ ગ્રહણ કરાવી શકે છે.  મહત્વપૂર્ણ છે કે, આ પહેલા સંતોષ ગંગવારનું નામનું નામ પ્રોટમ સ્પીકરનું નામ ચર્ચામાં હતુ. જોકે તેમણે ગુરૂવારે તેમણે પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારે હવે મેનકા ગાંધીનું નામ પ્રોટમ સ્પીકર માટે ચર્ચામાં આવ્યુ છે.

મહત્વનું છે કે, ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ સંતોષ ગંગાવરને લોકસભાના પ્રોટેમ સ્પિકર બનાવવામાં આવશે તેવી પહેલા અટકળો લગાવવામાં આવતી હતી. તેઓ જ્યાં સુધી નવા સ્પીકરની પસંદગી કરવામાં નહીં આવે ત્યા સુધી તેમને અસ્થિયી સ્પીકર પદ સોંપવામાં આવે તેવી વાતો વહેતી થઈ હતી.

This image has an empty alt attribute; its file name is santosh-gangwar-2-1024x683.jpg

સંતોષ ગંગવાર યુપીના બરેલી લોકસભા બેઠક પરથી સાંસદ છે. અને વર્તમાનમાં તેઓ મોદી સરકારમાં નાણા રાજ્ય પ્રધાન છે. આ પહેલા તેઓ અટલજીની સરકારમાં પેટ્રોલિયમ રાજ્ય પ્રધાન પદે રહી ચુક્યા છે. તેઓ ૧૯૯૬માં યુપીના ભાજપના મહાસચિવ પણ બન્યા હતા.

પ્રોટેમ સ્પીકર શું છે?

સાંસદ સદસ્યોની શપથ અને લોકસભા અધ્યક્ષને ચૂંટવામાં આવે ત્યા સુધી પ્રોટેમ સ્પીકરના પદ પર રહેશે. શદનની અંદર પ્રોટેમ સ્પીકર સંસદ સદસ્યોને શપથ અપાવે છે.

પ્રોટેમ સ્પીકર એક એસ્થાયી સ્પીકર હોય છે. જે ચૂંટણી બાદની પહેલી બેઠકની અધ્યક્ષતા કરે છે. સંસદના સદસ્યો દ્વારા સ્પીકર અને ડેપ્ટી સ્પીકરની પસંદગી કરવામાં આવે છે. જે પ્રોટેમ સ્પીકર હેઠળ હોય છે. પ્રોટેમ સ્પીકરને સદનનું સંચાલન કરવા માટે તે સમયે ચૂંટવામાં આવે છે જ્યારે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી કરવામાં આવી હોય અને સ્પીકર અને ડેપ્ટી સ્પીકર માટે મતદાન અટવા તો ચૂંટણી કરવામાં ન આવી હોય.

Read Also

Related posts

માનહાનિ કેસ: અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને મળ્યા જામીન, 25 જુલાઈએ આગામી સુનાવણી

Arohi

ઉત્તર પ્રદેશમાં પણ વરસાદનો કેર, મકાન ધરાશાયી થતા બે બાળકોના મોત

Arohi

20 રૂપિયાની ચોરીનો કેસ ચાલ્યો 41 વર્ષ, આખરે ફરિયાદીએ કહ્યું ‘કેસ પૂરો કરો સાહેબ’

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!