GSTV
Home » News » મેનકા ગાંધીનો બીજો બોમ્બ : જે વિસ્તારમાંથી જેટલા મત મળશે એટલુ કામ કરવામાં આવશે

મેનકા ગાંધીનો બીજો બોમ્બ : જે વિસ્તારમાંથી જેટલા મત મળશે એટલુ કામ કરવામાં આવશે

યુપીના સુલ્તાનપુરથી ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ ફરીવાર વિવાદિત નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે, જે વિસ્તારમાંથી જેટલા મત મળશે એટલુ કામ કરવામાં આવશે. મેનકા ગાંધીએ આ પ્રકારનું નિવેદન તુરાબખાનીમાં આયોજિત એક જનસભામાં આપ્યુ.. ગત દિવસે મેનકા ગાંધીએ જણાવ્યુ હતુ કે, હું મુસલમાનના સમર્થન વગર જીત હાસલ કરીશ તો મારુ વલણ મુસલમાન પ્રત્યે પણ તેવુ જ રહેશે. જેથી મારી જીત મુસ્લમાન વગર થાય તે અયોગ્ય છે. આ પ્રકારના નિવેદન બાદ ચૂંટણી પંચે રિપોર્ટ પણ માગ્યો છે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા પણ મનેકા ગાંધી ત્યારે ચર્ચામાં આવ્યા હતા. જ્યારે તેમણે જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધી ક્યારેય દેશના પીએમ નહી બની શકે. આ વખતે ભાજપે મેનકા ગાંધીને પીલીભીતના બદલે સુલતાનપુરથી ટિકિટ આપી છે. જ્યારે વરૂણ ગાંધીને સુલ્તાનપુરના બદલે પીલીભીતથી ટિકિટ આપી છે.

મત આપજો નહીં તો કામ નહીં થાય

ઉત્તર પ્રદેશમાં ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ એક મુસ્લીમ સભાને સંબોધિત કરતી વખતે ખુલ્લેઆમ ધમકી આપી હતી. તેમણે પોતે જીતવાના જ છે તેવો વિશ્વાસ દર્શાવીને જો મત નહીં મળે તો ભવિષ્યમાં કામ નહીં થાય તેમ કહ્યું હતું.

ઉત્તર પ્રદેશની સુલતાનપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ મુસ્લીમ સમાજને જાહેરમાં ધમકી આપીને તેમના મતની માંગણી કરી હતી. મુસ્લીમ વિસ્તારમાં એક સભાને સંબોધિત કરતી વખતે મેનકા ગાંધીએ પોતે ચૂંટણી જીતી રહ્યા હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સાથે જ તેમાં સાથ આપવાની માંગણી કરીને જો મત નહીં મળે તો ભવિષ્યમાં કોઈ મદદ નહીં કરવામાં આવે તેવી ધમકી ઉચ્ચારી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્પષ્ટપણે મત નહીં મળે તો કામ નહીં થાય તેવું કહીને પોતે મહાત્મા ગાંધીની છઠ્ઠી ઓલાદ નથી માટે બદલો લેશે તેમ કહેતા સંભળાય છે. 

મેનકા ગાંધીએ તેમના ફાઉન્ડેશન દ્વારા મુસ્લીમ સંસ્થાઓ માટે ૧,૦૦૦ કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. સાથે જ તે વિસ્તારના મુસ્લીમ લોકોને ભવિષ્યમાં તેમની જરુર પડવાની છે માટે અત્યારથી પાયો નાખવા કહ્યું હતું. તેમણે કહ્યું કે જો પરિણામ વખતે તમારા બૂથમાંથી માંડ ૫૦ કે ૧૦૦ મત જ ગણાશે તો ભવિષ્યમાં તમને જરુર પડશે ત્યારે હું મદદ નહીં કરું. આ ઉપરાંત તેમણે પીલીભીત વિસ્તારની કોઈ પણ વ્યક્તિને મેનકા ગાંધીએ ત્યાં કેવું કામ કર્યું છે તે પુછીને ખાતરી કરવા કહ્યું હતું.

READ ALSO

Related posts

દ્વારકાના ધારાસભ્યનો વીડિયો થયો વાયરલ, સવાલ કરનાર મતદાર સાથે થયું આવું વર્તન

Riyaz Parmar

પ્રિયંકા ગાંધીનાં કાફલાની ગાડીએ મહિલા કોન્સ્ટેબલને કચડી

Mayur

અક્ષય કુમારે પીએમ મોદીનું ઇન્ટરવ્યૂ કરતા રાજનિતીમાં ગરમાવો, રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ધડબડાટી બોલાવી

Riyaz Parmar