GSTV
India News ટોપ સ્ટોરી

મેનકા ગાંધી પર લાગ્યા મોટા આરોપ: દેશભરના પશુ ડોક્ટરો સાથે ગાળાગાળી અને ખોટા કેસોમાં ફસાવવાની આપી રહ્યા છે ધમકીઓ

ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાંસદ મેનકા ગાંધી પર પશુ ડોક્ટરો સાથે અભદ્રતાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઈંડિયન વેટરનરી એસોસિએશને આ મામલે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને મેનકા ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે. એસોસિએશને આરોપ લગાવ્યો છે કે, મેનકા ગાંધી મોટા ભાગે પશુ ડોક્ટરોને ધમકાવે છે અને અભદ્રતાથી વાતો કરે છે.

આ બાજૂ ફિલ્મમેકર અશોક પંડિતે પણ વેટરનરી એસોસિએશનના પત્રને શેર કરતા લખ્યુ છે કે, મેનકા ગાંધી મોટા ભાગે દેશભરના તમામ લોકો સાથે ફોન પર ધમકાવે છે અને ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપતા રહે છે. હવે સમય આવી ગયો છે કે, તેમને રાજનીતિમાં રિટાયર કરવાનું કહેવુ પડશે.

ટ્વિટર પર પણ ટ્રેંડ થયું

આ બાજૂ ટ્વિટર પર પણ તમામ લોકો મેનકા ગાંધી વિરુદ્ધ ગુસ્સો ઠાલવી રહ્યા છે. ટ્વિટર પર #boycottmanekagandhi ટ્રેંડ કરી રહ્યુ હતું. આ ટ્રેડને મંગળવાર સવાર સુધીમાં સવા લાખથી વધારે લોકોએ ટ્વિટ કર્યુ હતું.

READ ALSO

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા

Vushank Shukla

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

ગુજરાતના તટ પર 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનો ફૂંકાવવાની શક્યતા, બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આપી ચેતવણી

Vushank Shukla
GSTV