ભૂકંપ પછી કચ્છમાં ઔદ્યોગિકરણનો દૌર શરૂ થયો ત્યારે જમીન સંપાદનથી લઈ પ્રદૂષણ મુદ્દે ઔદ્યોગિક એકમો સામે ભયાનક આક્રોશ ભભૂકી ઉઠી રહ્યો છે માંડવીના બાડા ગામે ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ (GHCL) દ્વારા સ્થપાનારો કચ્છનો પહેલો સોડા એશ પ્લાન્ટ સામે પ્રજામાં વિરોધ જોવા મળી રહ્યો છે

- લોક સુનાવણીમાં હાજર રહેલા લોકોની બસ એક જ માંગ હતી કે
- જીએચસીએલનો પ્લાન્ટ અહીં ન સ્થપાવો જોઇએ..
માંડવીના બાડા ગામે ગુજરાત હેવી કેમિકલ લિમિટેડનો સોડા એશ પ્લાન્ટ તૈયાર કરવામાં આવનાર છે પરંતુ તેની સામે પ્રજામાં પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે. બાડા ગામની આસપાસ 20 જેટલી ગ્રામ પંચાયત આવેલ છે તેમાં મોટા ભાગ ના જૈન સમાજ ના લોકો વસવાટ કરી રહ્યાં છે ત્યાં એક માત્ર વિપશ્યના કેન્દ્ર આવેલ હોવાથી અહી અનેક લોકો મુંબઈ તેમજ આસપાસના ગામોમાંથી લોકો શાંતિ માટે આવતા હોય છે.
પરંતુ આ પ્લાન્ટ આવવાથી વિપ્સ્યના કેન્દ્ર પર સીધી અસર પડશે .જેથી પ્રજા રોષ સામે લોક સુનાવણીમાં યોજાઇ જેમાં મુંબઈ વસતા જૈન સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બાડાના સમુદ્રકાંઠા નજીક ૧૩૫૦ એકરમાં GHCLના સોડા એશ પ્લાન્ટ સાથે સોડિયમ બાયકાર્બોનેટ અને કોલસા આધારીત ૧૨૦ મેગાવોટનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ સાથેનો કેમિકલ કોમ્પ્લેક્સ માટે ૨૦૧૭માં વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં ગુજરાત સરકાર સાથે MoU કર્યાં હતા.
કંપનીએ ૭૦ ટકાથી વધુ જમીન સંપાદિત કરી લીધી છે. પ્રોજેક્ટ શરૂ કરતાં પૂર્વે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયની મંજૂરીની પ્રક્રિયાના ભાગરૂપે પર્યાવરણીય અસરોનો અભ્યાસ (કરી લઈ તેનો ગુલાબી અહેવાલ પણ સુપ્રત કરી દીધો છે. સરકારી નિયમો મુજબ આજે ‘લોક સુનાવણી’નું આયોજન કરાયું હતું પરંતુ ગ્રામજનોએ વિરોધ કરતા સુનાવણી રદ કરવી પડી હતી.
READ ALSO
- ગુજરાત / ‘આપ’એ બોગસ ડિગ્રીનું કૌભાંડ પાડ્યું બહાર, 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને ‘બોગસ’ ડિગ્રી અપાઈ
- સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ
- લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર
- વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ?, જાણો ભારતમાં દેખાશે કે નહીં
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું