GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

લગ્નમાં થયો વિવાદ તો યુવક પાસે લોકોએ કરાવ્યુ આ કામ, વીડિયો થયો વાયરલ

મધ્યપ્રદેશનાં મંદસૌરમાં લગ્ન સમારોહ દરમ્યાન વિવાદમાં અમુક લોકોએ એક યુવકને જૂતા ઉપર નાક રગળવા માટે મજબૂર કર્યો હતો. આ ઘટના બાદ પીડિત યુવક ગાયબ થઈ ગયો છે. યુવક સાથે મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મારપીટ કરનારા લોકો ભીડની વચ્ચે યુવકને એક-એક કરીને બધા લોકોનાં પગમાં નાક રગડી રહ્યા છે.

જોકે, આ મામલે પોલીસમાં કોઈ ફરિયાદ દાખલ કરવવામાં આવી નથી. ઘટના નારાયણગઢ પોલીસ ક્ષેત્રના નાગર પિપળિયા ગામનો છે. કહેવાઈ રહ્યુ છેકે, યુવક તેના અન્ય દોસ્તો સાથે વિવાહ સમારોહમાં ગયો હતો. જ્યાં દારૂ પીધા બાદ ઝઘડો થયો હતો. ત્યારબાદ ભીડમાં લોકોએ પીડિત યુવક પાસે જૂતા ઉપર નાક રગળાવ્યુ હતુ. પીડિત યુવકની ઓળખ કમલસિંહના રૂપમાં કરાઈ છે.

પોલીસ મુજબ, મંદસૌરમાં 16 જૂને એક લગ્ન હતા. જેમાં આ ઘટના ઘટી છે. સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર દીલીપ સિંહ બિલવાલને આ મામલે પુછ્યુ તો તેમણે કહ્યુ હતુકે, આ ઘટનાનો વીડિયો પોલીસ પાસે છે. પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે. આ મામલાની તપાસ માટે વરિષ્ઠ અધિકારીઓની ટીમ તૈયાર કરાઈ રહી છે. પોલીસ પિડિતની શોધખોળ કરી રહી છે.

READ ALSO

Related posts

શું Sachin Pilot છોડશે કોંગ્રેસ? જાણો શું જવાબ આપ્યો ભાજપ સાંસદ ઓમ માથુરે

pratik shah

કોરોનાકાળમાં માસ્ક-સેનિટાઈઝર અને સાઈડ ઈફેક્ટ્સથી રહો સજાગ, થઈ શકે છે મોટુ નુકસાન

Ankita Trada

મહારાષ્ટ્રમાં કોરોનાનાં સૌથી વિક્રમી 8139 કેસ અને 223 લોકોનાં મોત, એક્ટિવ કેસ 1 લાખ નજીક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!