GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

દિકરીએ ઘરેથી ભાગીને કર્યા લગ્ન, નારાજ પિતાએ શોક સંદેશ છપાવી કરાવ્યું ‘મૃત્યુ ભોજ’

મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાં એક પિતાએ પોતાની દિકરીના જીવિત હોવા છેતા તેના નામનું મૃત્યુ ભોજ રાખવાનો સૌને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હકીકતે યુવતીએ ઘરેથી ભાગીને પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા હતા. પિતા જ્યારે દિકરીને સમજાવવા ગયા ત્યારે તેણે તેમને ઓળખવાથી ઈનકાર કરી દીધો. ત્યાર બાદ ગુસ્સે ભરાયેલા પિતાએ દિકરીને મૃત માનીને તેનો મૃત્યુ ભોજ રાખ્યો.

લવ મેરેજ બાદ દિકરીએ પિતાને ઓળખવાનો કર્યો ઈનકાર

જ્યારે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો તો ત્યાં પણ દિકરીએ પિતાને ઓળખવાનો ઈનકાર કરી દીધો. યુવતીએ પોલીસકર્મીને કહ્યું કે તે આ આદમીને નથી ઓળખતી.

પ્રેમમાં પિતાને ભુલી ગઈ યુવતી

મળેલી જાણકારી અનુસાર જિલ્લાના કુચદોડ ગામમાં રહેનાર 19 વર્ષની યુવતીના પાસેના જ ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. બન્ને છઠ્ઠા ધોરણથી એક બીજાને ઓળખે છે. યુવક ઘણી વખત યુવતીના ઘરે આવતો હતો. ત્યારે બન્નેની વચ્ચે પ્રેમ થયો અને એક દિવસ બન્નેએ ભાગીને લગ્ન કરી લીધા. જ્યારે આ વાતની રીપોર્ટ પોલીસમાં કરવામાં આવી તો યુવતી પોતાના પતિ સાથે પોલીસ સ્ટેશન પહોંચી. ત્યાં પિતાએ તેની દિકરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તે બોલી ઉઠી કે તે નથી જાણતી કે આ કોણ છે.

શોક સંદેશ છપાવીને મૃત્યુ ભોજનું આપ્યું આમંત્રણ

દિકરીની આવી હરકતથી દુઃખી પિતાએ પણ તેના સાથે દરેક સંબંધ તોડી નાખ્યા. તેમણે દિકરીને મૃત સમજીને તેનું મૃત્યુ ભોજ રાખવાનું વિચારી લીધું. નારાજ પિતાએ શોક સંદેશ છપાવીને સગા સંબંધીઓને મૃત્યુ ભોજ માટે બોલાવ્યા.

Read Also

Related posts

પાટણમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 1 કલાકમા 3 ઇંચ વરસાદ પડતા અનેક જગ્યા પાણી ભરાયા

Nilesh Jethva

China મુદ્દે ફરી એક વાર બોલ્યા રાહુલ ગાંધી, શા માટે પીએમ કરી રહ્યા છે ચીનનું સમર્થન

pratik shah

NPS માં થઈ રહ્યા છે આ ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!