GSTV
Bollywood Entertainment Trending Videos Viral Videos

બ્લાઉઝ-પેટીકોટ પહેરીને મંદિરા બેદીએ કેમેરા સામે સાડી પહેરતા શીખવ્યુ, જુઓ વીડિયો

એક્ટિંગથી લઈને હોસ્ટિંગ સુધી નામ કમાવનાર મંદિરા બેદી તેના ફિટનેસ પ્રેમ માટે પણ જાણીતી છે. તેના ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરવા માટે, તે આવા કપડાં પસંદ કરે છે, જે જોઈને અન્ય છોકરીઓને ફેશનની સાથે-સાથે ફિટનેસ ગોલ પણ મળે છે. તેના મોટાભાગના કપડાં વેસ્ટર્ન ડિઝાઈન અથવા સ્પોર્ટી લુકના છે. જો કે, આ અભિનેત્રી પાસે સાડીઓનું ભરપૂર કલેક્શન પણ છે અને આ વખતે તેણે તેને ખાસ તેના ચાહકો માટે પહેરીને બતાવ્યું છે. આ એક એવો વિડિયો છે, જે તે છોકરીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે જેઓ સાડી પહેરવાની સરળ રીત શોધી રહી છે.

ઈવેન્ટ માટે થઈ રહી હતી તૈયાર

ક્લિપ સાથે કેપ્શન લખતી વખતે મંદિરાએ કહ્યું હતું કે તે આ સાડી પહેરીને એક ઈવેન્ટમાં હાજરી આપવા માટે તૈયાર થઈ ગઈ છે. તેણે હોટલના રૂમમાં મોબાઈલ સેટ કર્યો, બ્લાઉઝ-પેટીકોટ પહેર્યો, ચહેરા પર વાળ ન પડે તે માટે બેઝબોલ કેપ પહેરી અને પછી સાડી હાથમાં લઈને તેનેપહેરવાની રીત શૂટ કરવાનું શરૂ કરી દીધુ.

મંદિરાએ આ રીતે પહેરી હતી સાડી

  • મંદિરાએ પહેલા સ્ટેપથી સાડી પહેરવાની રીત શેર કરી હતી. આના માટે તેણે સૌથી પહેલા સાડીને પેટીકોટની કમરના ભાગમાં સહેજ દબાવી.
  • આ પછી, તેણે બાજુનો ભાગ આગળ લીધો અને તેના પટલી વાળઈ. અને તેને ખભા પર નાખી.
  • મંદિરાએ કહ્યું કે પલ્લુને જેટલો લાંબો રાખવાનો છે તેટલો જ તેને નીચે ઉતારી શકાય છે.
  • પલ્લુ સેટ થઈ ગયા પછી તે નીચેના ભાગ પર આવીને તેની પટલી વાળવાની શરૂ કરી.

કેવી રીતે પોઝ દેવો તે શીખવ્યુ

  • મંદિરા બેદીએ આના પછી નીચે પટલી વાળી અને પછી ખભા પર પલ્લુ ખોલીને સામેની તરફ આવી.
  • ખુલ્લા ફ્રન્ટ પલ્લુ પર ખૂબ જ સુંદર ડિઝાઇન જોઈ શકાય છે, જે ઓવરઓલ લુકને એટ્રેક્ટિવ બનાવે છે.
  • આ પછી, અભિનેત્રીએ તેના માથા પરથી બેઝબોલ કેપ ઉતારી અને પોઝ આપ્યો.
  • તેણે કહ્યું કે સાડી પહેર્યા પછી ડાબા પગને સહેજ વાળીને કેમેરા માટે પોઝ આપવો જોઈએ, જે સારો દેખાવ આપે છે.

આ બાબતોનું રાખો ધ્યાન

અભિનેત્રી દ્વારા જણાવવામાં આવેલી સાડી પહેરવાની રીત ખૂબ જ સરળ અને સીધી છે, જે સમજવામાં ખૂબ જ સરળ છે. ડ્રેપિંગ સંબંધિત કેટલીક બાબતો છે જેનું ધ્યાન રાખવું જોઈએ.

  • મંદિરાએ ટ્રેડિશનલ સ્ટાઇલને બદલે ફિટિંગ પેટીકોટ પહેર્યો હતો. આજકાલ આવા પેટીકોટનું ચલણ વધ્યું છે. તે સ્ટ્રેચેબલ મટિરિયલમાંથી બનાવવામાં આવે છે, જેથી ચાલવામાં અને બેસવામાં કોઈ તકલીફ ન પડે.
  • સાડી પહેર્યા પછી, તેની પટલી પર પિન લગાવવાનું ભૂલશો નહીં.
  • પલ્લાને ખભા પર પણ સારી રીતે પિન કરો, જેથી કોઈ પણ હિલચાલ કરતી વખતે તે લપસી ન જાય કે પડી ન જાય.
  • અગાઉથી હીલ્સ પહેરો જેથી સાડી પહેર્યા પછી તે ઉંચી ન થાય.

READ ALSO:

Related posts

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari

બોલિવુડ/ અક્ષય કુમારની આ ફિલ્મ સામે કરણી સેનાનો વિરોધ, નિર્માતાઓ જોડે ફિલ્મના ટાઈટલ બદલવાની કરી માંગ

Binas Saiyed
GSTV