ICC મહિલા રેન્કિંગ : ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના વિશ્વમાં ધરાવે છે દબદબો

વિશ્વ મહિલા દિવસે એ ન ભૂલવું જોઈએ ક્રિકેટમાં દબદબો ધરાવતા ભારતનો મહિલા ક્રિકેટમાં પણ દબદબો છે. મહિલાઓ આજે સૌથી ટોપ પર છે. ભારતની ક્રિકેટર સ્મૃતિ મંધાના આજે વિશ્વમાં ICC મહિલા રેન્કિંગમાં પ્રથમ નંબરનું સ્થાન ધરાવે છે. જેની રમતને પગલે આજે ભારત મહિલા ક્રિકેટમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી શક્યું છે. આમ પુરૂષોની તુલનાએ ભારતીય મહિલાઓ પણ રમત ગમતમાં પણ ક્યાંય પાછળ નથી.

કેપ્ટન મિતાલી રાજ પહેલાની જેમ 5મા સ્થાને યથાવત છે. મંધાનાના 774 રેટિંગ પોઈન્ટ છે અને તેઓ ઓસ્ટ્રેલિયાના એલિસ પેરી અને મેગ લેનિંગથી આગળ છે. ન્યૂઝીલેન્ડની એમી સૈટરવેટ મિતાલીથી પહેલા ચોથા ક્રમાંકે છે. સર્વોચ્ચ 20 રેન્કિંગમાં 2 વધુ ભારતીય બેટ્સમેન છે, જેમાં દીપ્તિ શર્મા 1 સ્થાનના ફેરફારની સાથે 17મા અને ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 19મા સ્થાને છે.

વેસ્ટ ઈન્ડીઝની કેપ્ટન સ્ટેફની ટેલર 2 સ્થાનના ફેરફારની સાથે 8મા ક્રમાંકે છે. બોલરની રેન્કિંગમાં અનુભવી ઝૂલન ગોસ્વામી સર્વશ્રેષ્ઠ ભારતીય છે. તેઓ ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની મેગન શટ પહેલા અને પાકિસ્તાનની સના મીર બીજા ક્રમાંકે છે. સર્વોચ્ચ 10 બોલરમાં દીપ્તિ શર્મા અને પૂનમ યાદવ પણ છે. દીપ્તિની રેન્કિંગ 8મી છે અને જ્યારે પૂનમ 9મા સ્થાને છે.

દીપ્તિ ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને છે. જુલાઈ 2015માં ઝૂલનના ઓલરાઉન્ડર રેન્કિંગમાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા બાદ કોઈ ભારતીય ખેલાડી આ સિદ્ધી પ્રાપ્ત કરી શક્યુ નથી. ટીમ રેન્કિંગમાં પાકિસ્તાને વેસ્ટ ઈન્ડીઝને 2-1થી હરાવ્યા બાદ ફાયદો થયો હતો અને ટીમ ચોથા સ્થાને પહોંચી ગઇ. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા પહેલા, ન્યૂઝીલેન્ડ બીજા અને ભારત ત્રીજા સ્થાને છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter