GSTV

ભારતીય હોકી ટીમનો વધુ એક આ સ્ટાર ખેલાડી થયો કોરોનાગ્રસ્ત, ટીમમાં અત્યાર સુધી થયા 6થી વધુ પોઝીટીવ

Last Updated on August 10, 2020 by Karan

ભારતીય હોકી ટીમ બેંગલોર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ના કોમ્પલેક્સ ખાતે ટ્રેનિંગ માટે પહોંચી ત્યાર બાદ લગભગ દરરોજ કોરોનાનો એક કેસ આવી રહ્યો છે. અગાઉ પાંચ ખેલાડીના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે ટીમના ફોરવર્ડ અને એકદમ મહત્વપૂર્ણ ખેલાડી મનદીપસિંઘનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ ટીમમાં હવે છ ખેલાડી કોરોનાગ્રસ્ત બની ગયા છે.

20મી ઓગસ્ટથી ભારતીય હોકી ટીમના કેમ્પનો પ્રારંભ

સોમવારે આ માહિતી આપતાં સાઇ સેન્ટરે ખુલાસો કર્યો હતો કે જલંધરના આ 25 વર્ષના ખેલાડીમાં કોરોનાના કોઈ લક્ષણ દેખાતા ન હતા પરંતુ અન્ય પાંચ ખેલાડીની સાથે ડૉક્ટર તેની પણ સારવાર કરી રહ્યા છે. 20મી ઓગસ્ટથી ભારતીય હોકી ટીમના કેમ્પનો પ્રારંભ થનારો છે.

તમામ ખેલાડીનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો

સાઇએ જણાવ્યું હતું કે ભારતીય ટીમના તમામ ખેલાડીનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં મનદીપ પણ સામેલ હતો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અગાઉ ટીમના સુકાની મનપ્રીત તથા અન્ય ચાર ખેલાડી એક મહિનાના વિરામ બાદ બેંગલોર પહોંચ્યા ત્યારે તેમના આરટી પીસીઆર ટેસ્ટ કરાવાયા હતા અને તેમના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં સુરેન્દ્ર કુમાર, જશકરણસિંઘ, વરુણ કુમાર અને કૃષ્ણા બહાદૂર પાઠકનો સમાવેશ થતો હતો. આ તમામ ખેલાડીને હાલમાં બેંગલોરના નેશનલ સેન્ટર ઓફ એક્સલેન્સમાં આઇસોલેટ કરાયા છે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!