GSTV
Gujarat Government Advertisement

જાહેરનામું / અમદાવાદ જિલ્લાના દુકાનદારો, વેપારીઓ અને રીક્ષાચાલકો સહિતના આ તમામ લોકો માટે મહત્વના સમાચાર

Last Updated on June 11, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં કોરોનાના કેસોમાં  દિનપ્રતિદીન ઘટાડો નોંધાઇ રહ્યો છે.હવે રાજ્ય સરકારે રસીકરણને વેગવંતુ  બનાવવા કમર કસી લીધી છે. હવે ખાસ કરીને શાકભાજી,હોટલ-રેસ્ટોરન્ટ, ચાનીકીટલી, પાનના ગલ્લાવાળા સહિતના દુકાનદારોએ કોરોનાની રસી લીધી નહી હોય તો દંડ-શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

આ ઉપરાંત દુકાનને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. જેણે રસી લીધી નહી હોય તેણે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે. આ અંગે અમદાવાદ શહેર અને જિલ્લા કલેક્ટર આ મુદ્દે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ગુજરાત કોરોના મહામારીમાંથી માંડ માંડ મુક્ત થઇ રહ્યું છે.

છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોનાના કેસો સતત ઘટી રહ્યાં છે.ગુજરાતમાં અત્યારે કોરોનાના રોજ કેસોનો આંકડો માત્ર 481 સુધી પહોચ્યો છે. ઘટતા જતાં કેસોને પગલે રાજ્ય સરકારે પણ બજારો ખુલ્લા રાખવાના સમયમાં છુટછાટ આપી છે. એટલું જ નહીં, મોટા ભાગના પ્રતિબંધ હળવા કરાયાં છે. હવે સરકાર કોઇ જોખમ ખેડવા તેયાર નથી ત્યારે રસીકરણ પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે.

તમને જણાવી દઇએ કે, રાજકોટ-સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરોએ પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે. ત્યારે હવે અમદાવાદ શહેર અને જિલ્લા કલેક્ટરે પણ આ મુદ્દે જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે. ખાસ કરીને શાકભાજી-ફ્રૂટ વેચનારાં, ચાની કીટલી, પાનના ગલ્લા, રીક્ષા-ટેક્સી ચાલક, કલિનર, હેર સલુન, બ્યુટી પાર્લર, ખાનગી સિક્યુરિટી, પ્લમબર, લુહાર, ઇલેક્ટ્રીશિયન ઉપરાંત હોટલ રેસ્ટોરન્ટમાં કામ કરનારાં લોકોને રસી આપવા નક્કી કરાયું છે.

આ તમામ વ્યવસાયકારોને રસી લઇ લેવા અપીલ કરવામાં આવી છે. જેમણે રસી લીધી નહીં હોય તે વ્યવસાયકારે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે. 10 દિવસથી કોરોના નથી તેવો રિપોર્ટ પોલીસ માંગે તો રજૂ કરવાનો રહેશે. જેણે રસી લઇ લીધી હશે તેણે પોલીસ માંગે તો રસીકરણનું સર્ટીફિકેટ દેખાડવુ પડશે.

અમદાવાદ શહેર-જિલ્લાને કોરોના મુક્ત બનાવવા 100 ટકા લક્ષ્યાંક સાથે રસીકરણ શરૂ કરવા કલેક્ટર કચેરીએ આયોજન કરાયું છે. કોરોનાની રસી લીધી નહીં હોય તો દંડ જ નહીં, દુકાન-ગલ્લા સીલ પણ કરવામાં આવશે. આ ઉપરાંત એપેડેમિક એક્ટ હેઠળ પોલીસ કાર્યવાહી સુદ્ધાં કરવામાં આવશે. ટૂંકમાં, પોલીસની મદદથી રસીકરણને વેગવંતુ બનાવવામાં આવનાર છે.

ધંધાના સ્થળે કયા-કયા વ્યવસાયકારે રસીનું સટિફિકેટ રજૂ કરવું પડશે?

 • શાકભાજી-ફ્રૂટ વેચનારા છુટક-હોલસેલ વેપારી
 • હોટલ રેસ્ટોરન્ટમાં કામ કરનારાં
 • ખાણીપીણીની લારીવાળા
 • ચાની કીટલી
 • પાનના ગલ્લા
 • રીક્ષા-ટેક્સી ચાલક-કલિનર
 • હેર સલુન- બ્યુટી પાર્લર
 • ખાનગી સિક્યુરિટી
 • પ્લમબર
 • લુહાર
 • ઇલેક્ટ્રીશિયન
 • શોપિંલ મોલમાં કરનારાં લોકો

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!