GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

16 લાખ બસ પાસધારકોએ પણ કંડક્ટર પાસેથી ફરજિયાત લેવી પડશે ટિકિટ, એસટી નિગમમાં ઐતિહાસિક નિર્ણય

ગુજરાત એસટી બસના પાસધારકોએ ઝીરો નંબરની ટિકિટ લેવી પડશે. કેમ કે નિગમે કન્સેશનની રકમ નક્કી કરવા સરકારનો નિર્ણય કર્યો છે. રાજ્યના 16 લાખ પાસધારકને ફરજિયાત ટિકિટ આપવા તેમજ પાસનો નંબર મશીનમાં એન્ટ્રી કરવા કંડક્ટરોને આદેશ કર્યો છે. જેથી હવે પાસ ધારકોને બસમાં ફરજિયાત ઝીરો પૈસાની ટિકિટ કંડકટર પાસેથી લેવી પડશે.

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની આવક કરતા જાવકમાં વધારો કરવા અનેક ફેરફારો કરાયા છે. જેમાં ડ્રાઇવર-કંડક્ટરની રોજની ટ્રીપની સંખ્યા બેમાંથી વધારીને ત્રણ કરીને બિન જરૂરી ખર્ચા ઉપર કાપ મુકવા ડેપો મેનેજરોને આદેશ કર્યો છે. એસટી નિગમની આવકમાં વધારો થાય તે માટે પાસ ધારકોને ફરજિયાત જીરો નંબરની ટિકિટ આપવા અને પાસનો નંબર ઇટિકિંટિંગ મશીનમાં એન્ટ્રી કરવા કંડક્ટરોને આદેશ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ટિકિટ મશીનમાં પાસના નંબરની એન્ટ્રી ફરજિયાત કરવા એસટી નિગમનો કંડક્ટરોને આદેશ કર્યો છે.

એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓના પાસમાં 82.50 ટકા કન્સેશન અને મુસાફર પાસમાં 50 ટકા કન્સેશન અપાય છે. જ્યારે ગ્રામીણ વિદ્યાર્થીની પાસમાં 100 ટકા કન્સેશન અપાય છે. રાજ્યમાં વિદ્યાર્થી પાસ ધારકો અંદાજે 12 લાખ અને કર્મચારી પાસ ધારકો અંદાજે 4 લાખ છે. તંત્રના આ નિર્ણય પાછળ હેતુ એવો છે કે બસમાં જો મુસાફરો ઓછા હોય તો અન્ય બસમાં સમાવેશ કરી શકાશે. બીજી તરફ પાસ ધારકો પણ અચરજ પામી રહ્યાં છે કેમ કે અત્યાર સુધી માત્ર તેઓએ પાસ જ તપાસવા પડતાં હતા.

પાસધારકોની સંખ્યા જાણી શકાશે.

કેમ કે હવે તેમને ટિકિટ લેવી પડશે.અત્યાર સુધી એસટી બસના પાસમાં અપાતાં કન્સેશન માટે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચક રકમ અપાતી હતી. જો કે પાસ ધારકોની સંખ્યા વધુ હોવાથી એસટી નિગમને આર્થિક માર પડતો હતો જેથી પાસધારકોને ટિકિટ આપવાનો નિર્ણય લીધો હોવાની જાણકારી મળી રહી છે. એસટી નિગમના આ નિર્ણયને કારણે હવે પાસધારકોની સંખ્યા જાણી શકાશે.

READ ALSO

Related posts

સુરતને જુલાઇ મહિનો ભારે પડ્યો, માત્ર 8 દિવસમાં આવ્યાં 414 કેસ

Bansari

કોરોના સંકટ વચ્ચે રાહતના સમાચાર, આ જિલ્લાના 500 ગામોમાં હજુ સુધી નથી થઇ ‘કિલર કોરોના’ની એન્ટ્રી

Bansari

કોવિડના મૃત્યુઆંક છુપાવવા સરકારની નવી ‘નંબર ગેમ’, હોસ્પિટલ અને સ્મશાનના આંકડાઓમાં મોટી ગોલમાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!