GSTV

હકીકત કે અફવા: સોનાના ઘરેણા પર હોલમાર્કિંગવાળો નિયમ પાછો લઈ રહી છે સરકાર, જાણો આ દાવામાં કેટલી છે સચ્ચાઈ

Last Updated on July 21, 2021 by Pravin Makwana

સરકારે કહ્યુ છે કે, સોનાના આભૂષણો પર ફરજિયાતપણે હોલમાર્કિંગને તબક્કાવાર રીતે 16 જૂનથી અમલમાં મુકવામાં આવી રહ્યુ છે. તેને પાછા લેવાની વાત જે સર્કુલરમાં કહેવાય રહી છે, તે નકલી છે. સત્તાવાર નિવેદનમાં કહેવાયુ છે કે અમુક સોશિયલ મીડિયા પર આ ખબર ચાલી રહી છે કે, ભારત સરકારે ગોલ્ડ જ્વેલરી પર ફરજિયાતપણે હોલમાર્કિંગ વ્યવસ્થા પાછી લેવાનો આદેશ આપ્યો છે. આ ખબર એકદમ ખોટી છે. અફવા છે.

ગોલ્ડ

સોનાના ઘરેણા અને કલાકૃતિઓ માટે ફરજિયાતપણે હોલમાર્કિંગ વ્યવસ્થા 16 જૂનથી તબક્કાવાર રીતે લાગૂ થઈ ગઈ છે. પહેલા તબક્કામાં 256 જિલ્લાને શામેલ કરવામાં આવ્યા છે. સોનાના ઘરેણાં પર હોલમાર્કિંગ કીમતી ધાતુની શુદ્ધતા ચકાસવાની રીત છે. અત્યાર સુધી તે સ્વૈચ્છિક હતું.

સોનુ

સરકારે ગોલ્ડ હોલમાર્કિંગના પ્રથમ તબક્કામાં અમલ માટે 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 256 જિલ્લાની ઓળખ થઈ હતી. રાજ્યોની યાદીમાં ફરજિયાત ગોલ્ડ હોલમાર્કિંગને લાગૂ કરવા માટે તમિલનાડૂમાંથી સૌથી વધારે જિલ્લા 23 ઓળખ કરાઈ છે. ત્યાર બાદ ગુજરાતમાં 23 જિલ્લાની ઓળખ થઈ છે. જ્યારે મહારાષ્ટ્રમાં 22 જિલ્લા છે. ફરજિયાતપણે સોનાની હોલમાર્કિંગ માટે પશ્ચિમ બંગાળ અને યુપીના લગભગ 19 જિલ્લાની ઓળખ થઈ ગઈ છે.

સોના

દેશમાં હાલ 945 ગોલ્ડ હોલમાર્કિંગ સેન્ટર્સ

ગોલ્ડ હોલમાર્કિંગથી સોનાના ઘરેણાની કાળાબાજારી રોકવામાં મદદ મળશે. તેનાથી પ્રમાણ સાબિત થશે કે સોનુ કેટલુ શુદ્ધ છે. જણાવી દઈએ કે, વિતેલા પાંચ વર્ષમાં દેશભરમાં ગોલ્ડ હોલમાર્કિંગવાળા સેન્ટર્સની સંખ્યામાં 25 ટકાના વધારાથી 454થી 945 થઈ ગયા છે. તેમાંથી 84 સેન્ટર્સ એવા છે, જે સરકારની સબ્સિડી યોજના અંતર્ગત સેટઅપ કરવામાં આવ્યા છે.

સોના

હોલમાર્કિંગનો ફાયદો

હોલમાર્કિંગથી એ નક્કી થશે કે, કોઈ સોની, જવેરી ગ્રાહકોને એક પ્રકારની ક્વાલિટી આપે છે. અત્યાર સુધીમાં 14,18,20,22,23 અને 24 કેરેટની જ્વેલરી વેચવાની મંજૂરી આપી છે. એટલે કે કોઈ પણ સોની આ કેરેટના ઘરેણા વેચશ અને ગ્રાહકોની તેની પુરેપુરી જાણકારી આપશે.

READ ALSO

Related posts

ચીનમાં છે વિચિત્ર રિવાજ, લગ્નમાં વરરાજાએ લાવવા પડે છે કન્યા માટેના અંડર ગાર્મેન્ટ, જો ભૂલ થઈ તો તૂટી જાય છે સંબંધ

Harshad Patel

શું હકીકતમાં એલિયન્સનું અસ્તિત્વ છે?, અમેરિકાની એક લેબે આકાશની કેટલીક તસવીરો ખેંચી તો….

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!