GSTV
Junagadh Trending ગુજરાત

માણાવદર વિધાનસભા બેઠક / સતત પાંચ ટર્મથી ચૂંટાઇને આવતા જવાહર ચાવડાએ કેટલો કર્યો વિકાસ, શું કહે છે જાતિગત સમીકરણો: જાણો આ ખાસ અહેવાલમાં

Manavadar

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે અમે તમારા માટે માણાવદર વિધાનસભાનું એનાલિસિસ રજૂ કરવા જઈ રહ્યા છે. ચાલો જાણીએ શું છે ત્યાના રાજકીય સમીકરણો, કયા મુદ્દાઓ પર ચૂંટણી લડાશે, કેવા થયા છે વિકાસના કામો. કંઇ કંઇ સમસ્યાઓનો હજુ નથી થયો હલ. જોઇએ આ અહેવાલમાં…

જવાહર ચાવડા

માણાવદર એટલે જીનીંગ ઉદ્યોગનું હબ, પરંતુ હવે આ ઉદ્યોગ માણાવદરમાંથી નામશેષ થઈ ગયો છે. હવે માત્ર ગણ્યાગાંઠયા જીનીંગ રહ્યા છે. કેમ કે સમય અને ટેકનોલોજીની સાથે કપાસ જીનીંગ ઉદ્યોગ હવે રાજકોટના પડધરી અને ઉત્તર ગુજરાતના કડી કલોલમાં વિકસ્યા છે. આ બેઠક પર સતત પાંચ ટર્મથી જવાહર ચાવડાનો દબદબો રહ્યો છે. 1990માં 25 વર્ષની વયે જવાહર ચાવડા પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 95 અને 98ની ચૂંટણીમાં તેમની હાર થઇ હતી અને ૨૦૦૨માં તેઓ ચૂંટણી લડ્યા ન હતા. 2007થી લઇ આજ સુધી સતત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. 2019માં તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. લોકસભાની ચૂંટણી સાથે માણાવદરની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા ફરી 9800 મતે વિજય થયા. જવાહર ચાવડાનો દાવો છે કે તેઓ આ વખતે પણ ચૂંટણી જીતશે.

માણાવદર વિધાનસભામાં માણાવદર વંથલી અને મેંદરડા તાલુકાનો સમાવેશ થાય છે. જેમાં માણાવદર તાલુકાના 55, વંથલીના 45 અને મેંદરડાના 38 ગામડાઓનો સમાવેશ થાય છે. આ વિધાનસભામાં માણાવદર વંથલી અને બાટવા ત્રણ નગરપાલિકાનો સમાવેશ થાય છે. કુલ 138 ગામની વિધાનસભામાં 2,70,000 આસપાસ મતદારો છે. માણાવદરમાં વર્ષો પહેલા આવેલ પૂરમાં શાપુર સરાડીયા વચ્ચેની રેલવે ટ્રેક ધોવાણ થઇ જતાં હજુ સુધી આ રેલ વ્યવહાર શરૂ થયો નથી. આ ઉપરાંત જીનીંગ ઉદ્યોગથી ધમધમતો માણાવદર આજે રોજગારી ઝંખી રહ્યું છે. મોટાભાગના જીનીંગ ઉદ્યોગો પડી ભાંગ્યા, કારખાનાઓ બંધ થઈ ગયા, જુનાગઢ માણાવદરની સિવિલ હોસ્પિટલની દુર્દશાથી લોકો અસહ્ય હોવાનો વસવસો વ્યક્ત કરી રહ્યા છે.

માણાવદરના 15થી 20 જેટલા ગામોમાં ચોમાસામાં ભારે ખાના-ખરાબી સર્જાઇ છે. જેમાં ભાદર અને ઓઝત નદીના પાણી ફરી વળતા ગામડાઓના ખેતરો અને ગામ, ગામ મટી દરિયો બની જતા હોય છે. જ્યાં સુધી પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી તમામ ગામો સંપર્ક વિહોણા રહે છે અને જેના કારણે ખેડૂતોના ઉભા પાકનું તો ધોવાણ થાય છે પરંતુ સાથોસાથ જમીનોનું પણ ધોવાણ થાય છે. રોડ-રસ્તાઓનું પણ ધોવાણ થાય છે. આ સમસ્યાનું હજી સુધી કોઈ નિરાકરણ આવતું નથી. આ ઉપરાંત સરકારી તંત્ર દ્વારા લોકોના કામ કરવામાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

જવાહર ચાવડા

માણાવદર વિધાનસભામાં સૌથી વધુ કડવા પટેલ મતદારો છે. છતાં પણ કડવા પટેલ ઉમેદવારને જવાહર ચાવડા છેલ્લી ચાર ટર્મથી પરાસ્ત કરી રહ્યા છે. જવાહર ચાવડા પોતે દાવો કર્યો છે કે માણાવદરના અનેક વિકાસ કામો કર્યા છે. જેમાં અમદાવાદ, સુરત જેવા શહેરોમાં જ રિવરફ્રન્ટ બન્યા છે. પરંતુ માણાવદરના ધારાસભ્ય પોતે કેબિનેટ મંત્રી હતાં તે સમયે તેણે માણાવદર વંથલી બાટવા અને સાસણમાં પણ રિવરફ્રન્ટ મંજૂર કર્યા અને માણાવદરમાં આ કામ પૂર્ણ થવામાં પણ આવ્યું છે.

માણાવદરમાં આવનાર ચૂંટણી દરમિયાન ભાજપ-કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી અને જંગ થાય તેવી શક્યતાઓ છે. અનેક ચૂંટણીઓનો બહોળો અનુભવ ધરાવતા જવાહર ચાવડા પોતે વિકાસકાર્યો લઈને મતદારો સમક્ષ જશે પરંતુ જ્ઞાતિવાદનું ફેક્ટર કેટલુ ચાલે છે તેના પર વિધાનસભાનું પરિણામ રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

145મી રથયાત્રા! કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, રથયાત્રાના દિવસે સવારે જગન્ન્ાાથ મંદિરમાં મંગળા આરતી કરશે

pratikshah

Twitter નથી માની રહ્યું IT Rules? સરકારે આપી છેલ્લી તક, લેવાઈ શકે છે એક્શન

Damini Patel

યુવતીને રોડ પર ઉભી રાખીને કિસ કરવાની કરી માંગ, ના પાડતા કર્યુ શરમજનક કૃત્ય

Hemal Vegda
GSTV