GSTV
Home » News » માણાવદરમાં જળબંબાકાર, ચાર કલાકમાં સાત ઇંચ વરસાદ પડતા દરિયા જેવી સ્થિતિ

માણાવદરમાં જળબંબાકાર, ચાર કલાકમાં સાત ઇંચ વરસાદ પડતા દરિયા જેવી સ્થિતિ

જૂનાગઢના માણાવદરમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. ચાર કલાકમાં સાંત ઈંચ વરસાદ પડતા માણાવદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.

 

વરસાદના કારણે માણાવદરના ઝુપડપટ્ટી વિસ્તારના હાલત દયનીય બની છે લોકોના ઘરમાં પાણી ધુસી ગયા છે. જેથી અનેક લોકોની ઘરવખરી પાણીમાં ભીજાઈ છે. તો વળી વરસાદના પગલે  રસાલા ડેમ ઓવરફ્લો થયો છે.

 

ત્યારે ઓજત નદીમાં નવા નીરના આવક થતા નદીના પટ વિસ્તારમાં  આવેલા પીપલાણા, મટીયાણા, આબલીયા અને પાદરડી સહીતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જયારે ભાદર નદી કાઠે આવેલ ગામોમાં વાળાસળા, ભીડોરા, વડા સરાડીયા અને ચીખલોદરા સહીતના ગામોને એલર્ટ કરાયા છે.

Related posts

કોડીનારના સરખડી ગામના સમુદ્ર કિનારે નિર્માણાઘીન સીમર પોર્ટને એનજીટીનો મોટો ઝટકો

Kaushik Bavishi

અમદાવાદમાં બુટલેગરો બેફામ, પોલીસે પોતાની આબરુના લીરેલીરા ઉડાડ્યા

Kaushik Bavishi

ધોરણ 10 અને 12ના પેપરોની રિચેકિંગની પ્રક્રિયા થઈ પૂર્ણ ,પરંતુ શિક્ષકોની લાપરવાહી આવી સામે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!