હાલમાં જ ફેમિના મિસ ઇન્ડિયા 2020 નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે ફેમિના મિસ ઈન્ડિયા તેલંગાણાની માનસા વારાણસી બની છે. ચાલો આપણે જાણીએ કે 23 વર્ષીય માનસાએ ફેમિના મિસ ઈન્ડિયા 2020 નો ખિતાબ કેવી રીતે હાંસલ કર્યો છે. 10 ફેબ્રુઆરીએ મુંબઇની ફ્લશ હોટલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વાણી કપૂર, ચિત્રાંગદા સિંહ, નેહા ધૂપિયા, પુલકિત સમ્રાટ અને અપારશક્તિ ખુરાના પણ જોડાયા હતા.
ફેમિના મિસ ઈન્ડિયાની ટોપ 5 સુંદરીઓ
ફેમિના મિસ ઈન્ડિયાની ટોપ 5 રેસમાં ખુશી મિશ્રા, રતિ હુલજી, મનિકા શેઓકાંડ, માન્યા સિંહ અને માનસા વારાણસી પહોંચી હતી. આ પછી માનસા વારાણસી, માન્યા સિંહ અને મનિકા શેઓકાંડની ટોપ પર પહોંચ્યા હતા.

જ્યારે માનસાએ ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો. જ્યારે માન્યા સિંહ અને મનિકા શિઓકાંડ ફસ્ટ અને સેકન્ડ રનરઅપ રહ્યાં હતા. ફેમિના મિસ ઈન્ડિયા બનેલી માનસા કહે છે કે તે હવે મિસ વર્લ્ડ માટે પ્રયત્ન કરશે.

કોણ છે માનસા વારાણસી
ફેમિના મિસ ઈન્ડિયા જીત્યા તે પહેલાં માનસા વારાણસી મિસ તેલંગાણા પણ રહી ચૂકી હતી. માનસાના શિક્ષણની વાત કરીએ તો તેણે કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે.

આ કાર્યક્રમનું સંચાલન અપારશક્તિ ખુરાનાએ કર્યું હતું. તે જ સમયે, બોલિવુડ અભિનેત્રી નેહા ધૂપિયા આ ઇવેન્ટની ઓફિશિયલ પેજન્ટ હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં પુલકિત સમ્રાટ અને ચિત્રાંગદા સિંહ ફિનાલે વેનેટના પેનલિસ્ટ હતા.
Read Also
- તામિલનાડુ : ભાજપને નથી રસ કારણ કે નથી વાગતો ગજ, આ પાર્ટીનો છે અહીં રહે છે દબદબો
- વેપારીઓનું ભારત બંધ: શશિ થરૂરે દોરડા વડે ઓટો રીક્ષા ખેંચી વિરોધ નોંધાવ્યો, કેરલમાં વિરોધનો છે આવો નજારો
- યુસુફ પઠાણે ક્રિકેટ જગતમાંથી લીધો સંન્યાસ, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
- ખાસ વાંચો / હવે જનમતાની સાથે જ બની જશે નવજાતનું આધાર કાર્ડ, જાણો સમગ્ર પ્રક્રિયા…
- BIG NEWS : પશ્વિમ બંગાળ સહિત દેશના 5 રાજ્યોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, આટલા તબક્કામાં યોજાશે મતદાન