GSTV

જૂનાગઢમાં પહોંચ્યા નાગરિક પુરવઢા નિગમના MD, મગફળી કેન્દ્રની લીધી સરપ્રાઈઝ મુલાકાત

Last Updated on November 24, 2018 by

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના MDએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલતા મગફળી કેન્દ્રની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. ચેકિંગ દરમિયાન ત્રણ ખેડૂતોના મગફળીના સેમ્પલ રિજેક્ટ કર્યા હતા. હાલ મંથર ગતિએ ચાલતી ખરીદીને વેગવંતી બનાવવા માટે તંત્રના અધિકારીઓને સૂચના પણ આપી હતી. બારદાનની ઘટ અંગે જણાવ્યું હતું કે હવે નાફેડ દ્વારા 19 લાખ બારદાનની ફાળવણી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ૫.૫૦ લાખ મેટ્રિક ટન મગફળી વેચવા માટેની નોંધણી થઈ છે. પરંતુ ત્રણ લાખ ટન મગફળીની ખરીદી થાય તેવો અંદાજ છે.

આજ સુધી ૧૨,૧૪૦ ખેડૂતો પાસેથી ૨.૫૦ લાખ ક્વિન્ટલ ખરીદી થઈ ચૂકી છે. દરરોજ 4,000 ટન ખરીદી કરવામાં આવી રહી છે. મગફળીની ખરીદી ચાલુ થયાથી દસ દિવસ સુધી 500 ખેડૂતોને બદલે માત્ર ૧૬૦ જ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડ ખાતે દરરોજ ૫૦ ખેડૂતોને એસ.એમ.એસ દ્વારા જાણ કરી મગફળી લઇ બોલાવવામાં આવી રહ્યા છે. પરંતુ માર્કેટ યાર્ડમાં જગ્યાના અભાવે માત્ર ૨૦ થી ૨૫ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી રહી છે.

Related posts

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હાઉસિંગ બોર્ડમાં રહેતા લોકો માટે માલિકી હક્ક મેળવવાનું સહેલું બન્યું, પૂર્વ મંજૂરી વિના ખુલ્લા માર્કેટમાં વેચી શકાશે

Pravin Makwana

મોંઘવારી: ઈતિહાસમાં પહેલીવાર કપાસિયા તેેલે સિંગતેલની સાઈડ કાપી, 10 રૂપિયા ઊંચા ભાવે થયા સોદા

Pravin Makwana

સ્માર્ટ સિટી: પાર્કીંગ મામલે ૧૨ વર્ષ અગાઉ બહાર પડાયેલા જાહેરનામાનો નથી કોઈ અતોપતો, કોટ વિસ્તારના રહીશો અને મુલાકાતીઓ ત્રાહીમામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!