આ ભાઈ 9217 દિવસ જેલમાં રહી આવ્યા અને ગુનો પણ કંઈ ન હતો, બિચારો સમજાવીને થાક્યો કે….

એક વ્યક્તિને ભૂલથી લગભગ 25 વર્ષ સુધી જેલમાં બંધ રાખવામાં આવ્યો છે. તેના પર 18 વર્ષ ની એક સ્ત્રીની હત્યાના આરોપ લગાવવામાં આવ્યો હતો. પરંતુ તે હંમેશા પોતાને નિરદોષ જણાવતો રહ્યો. આખરે તેને નિર્દોષ જાહેર કરતા કોર્ટે તેને 4 કરોડ 67 લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.

આ કેસ ચાઇનાનો છે. હવે 50 વર્ષના થઈ ચુકેલા લીઉ ઝાંગલિનને લગભગ 2 કરોડ રૂપિયા માનસિક નુકસાન પહોંચાડવા માટે આપવામાં આવ્યા. મીડિયા અહેવાલ અનુસાર, લિઓયુઆન ઇન્ટરમીડિયેટ પીપલ્સ કોર્ટે સોમવારે આ વ્યકિતઓને રૂપિયા આપવાનો આદેશ આપ્યો.

લિઉ અને તેના વકીલે લગભગ ચાર ગણી વધારે રકમની માંગ કરી હતી. એવું માનવામાં આવે છે કે લિઉ ચાઇનામાં ખોટી રીતે સૌથી લાંબી સજા મેળવનાર વ્યક્તિ બની ગયો છે. તે લગભગ 9217 દિવસ જેલમાં રહ્યો હતો.

લિઉની ઓક્ટોબર 1990માં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તે માત્ર 22 વર્ષનો હતો. હુઈમિન ગામમાં નદીમાં એક 18 વર્ષની મહિલાનો મૃત દેહ મળ્યો હતો. આ કેસમાં તેને આરોપી બનાવવામાં આવ્યો હતો.

ત્યાર બાદ લિઉને સ્ત્રીની હત્યાનો આરોપી પણ જાહેર કરી દેવામાં આવ્યો હતો. તેને પહેલા મૃત્યુની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ બાદમાં સજા આજીવન કારાવાસમાં ફેરવાઈ ગઈ. પ્રથમ વખત તેને જાન્યુઆરી 2016માં છોડવામાં આવ્યો હતો. પછી એપ્રિલ 2018માં પુરાવાઓની કમીના કારણે આઝાદ કરવામાં આવ્યો હતો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter