CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ફોન કરીને જાનથી મારવાની ધમકી આપનારા શખ્સની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે. ગુપ્ત સૂચના બાદ બિહાર પોલીસે (Bihar Police) સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદ માંગી હતી

ક્રાઈમ બ્રાન્ચે યુવકને પકડીને બિહાર પોલીસને સોંપી દીધો છે. જ્યારે, આ દરમિયાન આરોપીને મીડિયાથી છુપાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. આરોપીને જેવો બિહાર પોલીસે પોતાની કસ્ટડીમાં લીધો તો તે મીડિયાથી દૂર ભાગવા લાગી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ધમકી આપનારા આરોપીનું નામ અંકિત મિશ્રા (Ankit Mishra) છે, જેની ઉંમર 28 વર્ષ કહેવામાં આવી રહી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે અંકિત મિશ્રાએ 20 માર્ચે ઈન્ટરનેટના માધ્યમથી એક મીડિયા ચેનલનો કોન્ટેક્ટ કર્યો હતો. ફોન પર આરોપીએ મુખ્યમંત્રીને 36 કલાકમાં બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી.
-પટના લઈને જશે પોલીસ
મળતી જાણકારી પ્રમાણે, બિહાર પોલીસની ટીમ આરોપી અંકિત મિશ્રાને લઈને સુરતથી રવાના થઈ ગઈ છે. પોલીસ આરોપીને પટના જિલ્લાના સચિવાલય પોલીસ સ્ટેશન લઈને જશે અને ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. બિહાર પોલીસને હજુ સુધી ધમકી આપવાનું કારણ જાણવા મળ્યું નથી. હવે આરોપીની આ મામલે પૂછપરછ હાથ ધરાશે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો