કોરોના વાઇરસના ઓમિક્રોન વેરિઅન્ટના જોખમ વચ્ચે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરેલા એક વ્યક્તિ કોરોના સંક્રમિત મળ્યો છે. જોકે વ્યક્તિ કોરોના વાઇરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત છે કે નહીં, તે તપાસ થયા પછી જ જાણવા મળશે. સંક્રમિત વ્યક્તિના વેરિઅન્ટની તપાસ માટે નમૂના મોકલવામાં આવ્યા છે.

24 નવેમ્બરે ભારત આવ્યો હતો વ્યક્તિ
કોરોના સંક્રમિત વ્યક્તિ 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી દિલ્હી પહોંચ્યો હતો. તેના પછી તે દિલ્હીથી મુંબઈ ગયો, જ્યાં તેની કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. આ તપાસમાં જાણવા મળ્યું કે તે કોરોનાથી સંક્રમિત છે. જો કે વેરિઅન્ટને ઓળખવા માટે નમૂનાની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત વ્યક્તિના પરિવારના લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિઅન્ટનો કોઈ સામે નથી આવ્યો. જોકે તેને વેરિઅન્ટ ઓફ કન્સર્નનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેના કારણે તંત્ર અલર્ટ પર છે.
બેંગ્લુરુમાં કોરોના સંક્રમિત મળેલા યુવકોમાં નથી મળ્યું ઓમિક્રોન
કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈ દેશ અને વિદેશમાં હાહાકારની સ્થિતિ છે. આ વચ્ચે બેંગ્લુરુમાં બે સાઉથ આફ્રિકાના લોકોના કોરોના સંગ્રમિત મળી આવ્યા બાદ ભયનો માહોલ હતો. આ બંનેના નમૂનાની તપાસથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ બંને લોકો વાઇરસના ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત છે.

બેંગલુરુ ગ્રામીણ જિલ્લાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તે બંને 11 અને 20 નવેમ્બરના રોજ સંક્રમિત મળ્યા હતા. નોંધનીય છે કે હાલ ઓમિક્રોન વેરિઅન્ટ્સનો પ્રકોપ દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે સંક્રમણના મામલાને લઈને ભારતમાં હાજર દક્ષિણ આફ્રિકાના નાગરિકોમાં હલચલ મચી ગઈ હતી.
અધિકારીએ જણાવ્યું કે 1થી 26 નવેમ્બરની વચ્ચે દક્ષિણ આફ્રિકાથી કુલ 94 લોકો ભારત આવ્યા છે અને તેમાંથી માત્ર બેમાં જ કોરોના વાઇરસનો અગાઉનો વેરિઅન્ટ જોવા મળ્યો છે. આ બંનેને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે અને તેમની પર નજર રાખવામાં આવી રહી છે. ઓમિક્રોન વેરિઅન્ટને WHO દ્વારા 24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત શોધી કાઢવામાં આવ્યું હતું. તેના પછી બોત્સ્વાના, બેલ્જિયમ, હોંગકોંગ, ઈઝરાયેલ અને યુકેમાં પણ તેના દર્દીઓ જોવા મળ્યા હતા.
ઓમિક્રોનના ભય વચ્ચે કર્ણાટક સરકારે તમામ વિદેશી પ્રવાસીઓ માટે એરપોર્ટ પર સ્ક્રીનિંગની વ્યવસ્થા કરી છે. તેની સાથે કેરળ અને મહારાષ્ટ્રથી આવતા લોકો માટે RTPCR ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે મુખ્યમંત્રીએ કોરોના રસીનો બીજો ડોઝ ન લેતા લોકોને શોધવા માટે ખૂબ જ સક્રિય અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. તેની સાથે રાજ્યની શાળા-કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકારી કચેરીઓ, મોલ, હોટલ, સિનેમા હોલ, પ્રાણી સંગ્રહાલય અને સ્વિમિંગ પુલ જેવા સ્થળોએ રસીના બંને ડોઝ વગર પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Read Also
- PIB Fact Check/ SBIના 45 કરોડ ગ્રાહકો માટે અગત્યના સમાચાર, બદલાઈ ગયા ટ્રાન્ઝેક્શનના નિયમ? જાણો શું છે હકીકત
- વાહ રે ભૂપેન્દ્ર પટેલ સરકાર : સસ્તી વીજળી પેદા કરશે તો માનિતા બિઝનેસમેનો કઈ રીતે કમાશે
- ઓનલાઈન ડેટિંગ કરતા પહેલા આ વાતોનું રાખજો ધ્યાન, આ સંકેતથી જાણી શકો છો કે તમારો પાર્ટનર તમને છેતરી રહ્યો છે
- હેરાન પરેશાન અને ડરી ગયેલી સારા અલી ખાને જ્હાનવી કપૂર સાથેનો એવો ફોટો કરી દીધો શેર, કારણ જાણવા બેબાકળા થઈ રહ્યા છે ફેન્સ
- ક્યાંક તમારા ફોનમાં તો નથીને Spyware ? આ રીતે કરી શકો છો ચેક, ખૂબ જ સરળ છે આ રીત