GSTV
Home » News » મૃત્યુની બીકે છેલ્લાં 30 વર્ષોથી દુલ્હનના વેશમાં ફરે છે આ માણસ, રોજ પહેરે છે લાલ સાડી અને સજે છે સાજ શણગાર

મૃત્યુની બીકે છેલ્લાં 30 વર્ષોથી દુલ્હનના વેશમાં ફરે છે આ માણસ, રોજ પહેરે છે લાલ સાડી અને સજે છે સાજ શણગાર

ઉત્તરપ્રદેશના જૌનપુરમાં એક મજૂર ચિંતા હરણ ચૌહાણ મૃત્યુ અને જાદુ-ટોડકાના ડરથી 30 વર્ષથી ઘરની દુલ્હનના જેમ કપડાં પહેરીને રહે છે. જલાલપુરના હૌજપુર ગામનો નિવાસી ચૌહાણ મૃત્યુને માત આપવા છેલ્લાં 30 વર્ષથી રોજ લાલ સાડી, મોટી નથણી, બંગડીઓ અને મોટાં ઝુમકાં પહેરે છે.

તેનું કહેવું છે કે, “ગત વર્ષોમાં તેના પરિવારના ઘણા સભ્યોનું મૃત્યુ નીપજ્યું છે, મૃત્યુનો આ સીલસીલો ત્યારે અટક્યો જ્યારે મેં દુલ્હન જેવાં કપડાં પહેરવાનાં શરૂ કર્યાં.” 66 વર્ષના ચૌહાણના જણાવ્યા અનુસાર, તેનાં પહેલાં લગ્ન 14 વર્ષની ઉંમરે થયાં હતાં, પરંતુ થોડા જ દિવસોમાં પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું.

તેમણે કહ્યું કે, 21 વર્ષની ઉંમરમાં તે પશ્ચિમ બંગાળના દિનાજપુરમાં એક ઈંટના ભઠ્ઠા પર કામ કરવા ગયા અને ત્યાં મજૂરોના ભોજન માટે અનાજ ખરીદવાનું કામ કરવા લાગ્યા. તે જ્યાંથી નિયમિત અનાજ ખરીદતા હતા, એ દુકાનનો માલિક તેનો મિત્ર બની ગયો.

ચાર વર્ષ બાદ એ જ દુકાનદારની દીકરી સાથે ચૌહાણે લગ્ન કરી લીધાં, પરંતુ તેના પરિવારને આ લગ્ન સામે વાંધો હોવાથી ચૌહાણે બંગાળી પત્નીને તરત જ છોડી દીધી અને ઘરે પાછો આવી ગયો. જેનાથી દુ:ખી થઈએ છોકરીએ આત્મહત્યા કરી લીધી. એક વર્ષ બાદ ચૌહાણ ત્યાં ગયો ત્યારે તેને આ વાત જાણવા મળી.

ચૌહાણે કહ્યું, “મારાં ત્રીજાં લગ્નના થોડા જ મહિના બાદ હું બીમાર પડી ગયો અને મારા પરિવારના એક બાદ એક સભ્યો મરવા લાગ્યા. પિતા રામ જિયાવન, મોટાભાઈ છોટઉ, તેમની પત્ની ઈંદ્રાવતી, તેમના બે દીકરા, નાનો ભાઈ બડેઉનું મૃત્યુ બહુ ઓછા સમયગાળામાં થયું. ત્યારબાદ મારા ભાઈઓની ત્રણ દીકરીઓ અને ચાર દીકરાઓનાં પણ મૃત્યુ થયાં. “

ચૌહાણના સપનામાં સતત તેની બંગાળી પત્ની આવતી હતી અને તેના પર દગો કરવાનો આરોપ મૂકતી હતી અને જોર-જોરથી રડતી હતી. એક દિવસે સપનામાં ચૌહાણે તેની માફી માંગી અને સાથે સાથે તેની સાથે પરિવારને માફ કરવાની વિનંતિ કરી. ત્યારબાદ ચૌહાણને કહ્યું કે, દુલ્હનના વેશમાં તેને પોતાની સાથે રાખે અને ચૌહાણ એમ કરવા રાજી થઈ ગયો. એ દિવસથી દુલ્હનના વેશમાં છે અને તે દિવસથી પરિવારમાં સભ્યોનો મૃત્યુનો સિલસિલો અટકી ગયો છે.

હવે લોકોને મારા પ્રત્યે સહાનુભૂતિ

ચૌહાણે કહ્યું કે, હવે તેનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું છે અને તેના દીકરા રમેશ અને દિનેશ પણ સ્વસ્થ્ય છે, જોકે થોડા વર્ષો પહેલાં જ તેની પત્નીનું મૃત્યું થયું છે.ચૌહાણે જણાવ્યું કે, શરૂઆતમાં લોકો મારી મજાક ઉડાવતા હતા, પરંતુ મેં આ બધુ મારા પરિવારને બચાવવા કહ્યું. હવે લોકોને મારા પ્રત્યે સહાનુભૂતિ છે.

Related posts

મહારાષ્ટ્રમાં સત્તા તો ગઈ પણ BJPને અહીં પણ પડશે જોરદાર ફટકો, અહમ આત્મઘાતિ થશે સાબિત

Karan

4 કરોડ પેન્શનરો માટે છે આ સમાચાર, 5,845 કરોડ રૂપિયા હવે ખાતામાં નહીં થાય જમા

Karan

સુરત : મિલેનિયન માર્કેટના ગ્રાઊન્ડ ફ્લોરમાં આગ લાગતા નાસભાગ મચી, ભારે જહેમત બાદ આગ કાબૂમાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!