GSTV
Trending Videos Viral Videos

બચ્ચાંઓ સાથે પાણીની શોધમાં નીકળ્યો તરસ્યો વાંદરો, વ્યક્તિએ કર્યું દિલ જીતી લેવાવાળું કામ

ક્યારેક સોશિયલ મીડિયા પર આવા વીડિયો જોવા મળે છે, જે યૂઝર્સના દિલ જીતી લે છે.કેટલાક વીડિયો જોયા પછી યુઝર્સ પણ ખૂબ જ ભાવુક થઈ જાય છે. કેટલાક વીડિયો માણસોને ઘણું બધું શીખવી જતા હોય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને યુઝર્સના દિલ પીગળી રહ્યા છે. આ વિડિયોમાં માણસાઇનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

વાંદરો

ઘણીવાર એવું જોવા મળ્યું છે કે માનવ વસાહતની નજીક રહેતા પ્રાણીઓ ખાવા-પીવાની શોધમાં ખૂબ ભટકે છે. આ દરમિયાન, જો તેઓને સમયસર ખોરાક અને પાણી ન મળે તો તેઓ મૃત્યુ પામે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક વાનર તેના પરિવાર સાથે ઘરની છત પર પાણીની શોધ કરતો જોવા મળે છે.

માણસે તરસ્યા વાંદરાને મદદ કરી

આ દરમિયાન વીડિયોમાં એક વ્યક્તિ વાંદરાની મદદ કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. જેને જોઈને યુઝર્સના દિલ પીગળી રહ્યા છે. વિડિયોમાં તમે જોઇ શકો છો કે જ્યારે માણસને તેના ઘરની છત પર વાંદરાઓના આવવાની ખબર પડે છે, ત્યારે તે તેમની પાસે જાય છે અને પાણી પીવા માટે પાઇપ આપે છે. વીડિયોમાં વાંદરાઓ પાણી પીતા પણ જોવા મળે છે.

ખિસકોલી

વાયરલ વિડિયો

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કાજલ કુશવાહા નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. મોટાભાગના યુઝર્સ વાંદરાને મદદ કરવા બદલ વ્યક્તિની પ્રશંસા કરતા જોવા મળે છે.

READ ALSO

Related posts

સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં દિલ્હી પોલીસની અરજી પર હાઈકોર્ટે શશિ થરૂરને નોટિસ ફટકારી

Siddhi Sheth

મેઘાલયમાં રાજીનામું આપનાર ત્રણ ધારાસભ્ય ભગવો ધારણ કરશે, સીએમને ન પડયો ફરક

Siddhi Sheth

મહારાષ્ટ્ર/ છત્રપતિ શિવાજી પર રાજ્યપાલ કોશ્યારીના નિવેદન પર ભારે વિવાદ, પદ પરથી હટાવવા બોમ્બે હાઈકોર્ટમાં અરજી

Padma Patel
GSTV