GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

કુલ્હાડીથી પત્નીની હત્યા કરીને ભાગી રહ્યો હતો શખ્સ, પછી જે થયું એ જોઇને ધ્રુજી ઉઠશો

કુલ્હાડીથી પત્નીની હત્યા કરીને અને સાસરાપક્ષના લોકોને ઘાયલ કરીને ભાગી રહેલા 40 વર્ષીય વ્યક્તિને ગાંવાસીઓએ ઝડપી પાડ્યા અને કથિતરૂપે તેને ઢોર માર માર્યો જેના કારણે તેનું મોત નિપજ્યુ. ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિદેશન ઓપી સિંહે અમેઠીમાં જણાવ્યું કે આ ઘટના બુધવારની છે.

છત્તીસગઢ નિવાસી નિસાર કુરૈશી પોતાના સાસરે ફતેહપુર પહોંચ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે તેણે કુલ્હાડીના ઘા મારીને 35 વર્ષીય પત્ની અંસારીની હત્યા કરી નાંખી. પોતાની સાસુ અને સાળીને પણ ઘાયલ કરી નાંખી.

તેમણે જણાવ્યું કે ઘટના બાદ કુરૈશી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડ્યો અને તેને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસ પ્રમુખે જણાવ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને દોષીને સજા જરૂર મળશે.

ગાઝીપુરના સ્ટેશન હેડ સંદીપ તિવારીએ જણાવ્યું કે કુરૈશીના ભાઇ ઇશહાકે 100-150 લોકો વિરુદ્ધ કેસ કર્યો છે. તેમણે જણાવ્યું કે ઇશહાકે તેને એક મિનિટ 28 સેકેન્ડનો ઘટના સાથે સંબંધિત એક વીડિયો સોંપ્યો. તપાસમાં વીડિયોની તપાસ કરવામાં આવશે.

નિસારનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે જણાવ્યું કે તેના માથા અને મોઢા ઉપરાંત અનેક અંગોના પચાસથી વધુ હાડકા ભાંગી ગયાં હતા. આ ઇજાના કારણે તેનું મોત નિપજ્યુ છે. આ મામલે હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં નથી આવી.

Read Also

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લક્ઝુરિયસ કાર ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ઓપરેશન પાર પાડ્યું

Nilesh Jethva

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!