GSTV

આ વ્યક્તિએ કોરોનાથી બચવા અપનાવી અનોખી રીત કે જોઈને લોકો હસવું ના રોકી શક્યા, ફુગ્ગામાં થયો કેદ

ચીનના વુહાનથી ફેલાયેલા કોરાના વાયરસની મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. તેવામાં વાયરસના કરાણે સમગ્ર વિશ્વમાં લાખો લોકોના મોત નીપજી ચુક્યાં છે. જ્યારે કરોડો લોકો તેનાથી સંક્રમીત થઈ ચુક્યાં છે. વાયરસ અંગે જે પણ જાણકારી છે તે પુરતી નથી. કાણે દરરોજ આ વાયરસ સાથે જોડાયેલી અનેક નવી જાણકારીઓ સામે આવી રહી છે. બીજી તરફ આ વાયરસની હજુ સુધી વેક્સીન નથી બની. જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ છે. જો કે પહેલા કરતા સ્થિતિ ઠીક થઈ રહી છે. પરંતુ જોખમ હજુ ટળ્યું નથી. તેવામાં લોકો કોરોના વાયરસથી બચવા માટે નવા નવા રસ્તા શોધી રહ્યાં છે. તેવામાં એક વિડીયો સોશ્યલ મિડીયામાં વાઈરલ થયો છે. જેને જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયાં છે.

લોકોના ચહેરા ઉપર હાસ્ય ફરી વળ્યું

સોશ્યલ મિડીયામાં આ દિવસોમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક માણસ કોરોના વાયરસથઈ બચવા માટે પોતાને એક વિશાળ પ્લાસ્ટિકના ફુગ્ગામાં કેદ કરી તેની અંદર ચાલી રહ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે. આ વિડીયો ઓસ્ટ્રેલીયાના મેલબોર્નની પાસે બેલગ્રેવનો છે. વિડીયોમાં આ માણસ જોરજોરથી ગાઈ રહ્યો ચે. વિડીયો શુક્રવારના રોજ ફેસબુક ઉપર જેનિન રિગ્બી દ્વારા મુકવામાં આવ્યો છે. જેણે આ મુશ્કેલીના સમયમાં લોકોના ચહેરા ઉપર થોડી ખુશી ફેલાવવા માટે ધન્યવાદ દેવામાં આવી રહ્યાં છે. વિડીયોમાં દેખાતો આ માણસ એક રસ્તા ઉપર આમથી તેમ ફરી રહ્યો છે. એ દરમયાન જોર જોરથી ગાઈ રહ્યો છે. હું માણસ છું, ફુ્ગ્ગામાં.

હજારો લોકોને વિડીયોને કર્યો પસંદ

આ પહેલી વખત નથી જ્યારે કોઈ વ્યક્તિ પોતાને કોરોના વાયરસથી બચવા માટે કોઈ વિચીત્ર ઉપાય અપનાવી રહ્યાં છે. તે પહેલા પણ આવા ઘણા વિડીયો અને ફોટો સામે આવી ચુક્યાં છે. જેમાં લોકો અજીબ રીતે પોતાને બચાવવાની કોશિશ કરી રહ્યાં છે. વાઈરલ થયેલા આ વિડીયોને લાખો લોકો જોઈ ચુક્યાં છે. જ્યારે હજારો લોકો તેના ઉપર કોમેન્ટ કરી ચુક્યાં છે.

Related posts

ગુજરાતની આ કંપનીની કોરોના વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલને અમેરિકામાં મંજૂરી, કોને રસી અપાઇ તેનો રેકોર્ડ રહે તેવી સિસ્ટમ પણ વિકસાવી

Bansari

સુરત/ મહાપાલિકાએ પારલે પોઇન્ટ સ્થિત સરગમ કોમ્પ્લેક્ષને કર્યુ સીલ, ફ્લેટો સહીત દુકાનોના તમામ જોડાણ પર કર્યા કટ

pratik shah

ખેડૂત આંદોલન/ ટ્રાન્સપોર્ટર્સે જાહેર કર્યો ટેકો, ઉત્તર ભારતમાં આપી હડતાળની ચિમકી: મોદીનું ‘સિંહસન’ હચમચશે!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!