GSTV

Viral : બંધ લિફ્ટમાં શખ્સે કરી ગંદી હરકત, મહિલાએ દેખાડી દીધાં ધોળા દિવસે તારા

દુનિયાભરમાં મહિલાઓ સાથે છેડતી અને રેપની ઘટનાઓના કિસ્સા વધતાં જઇ રહ્યાં છે. આપણે જે છે કે છેડતીના મોટાભાગના કિસ્સાઓમાં મહિલાઓ ભયભીત થઇ જાય છે અને વળતો જવાબ નથી આપી શકતી. પરંતુ કેચલીક એવી મહિલાઓ પણ છે જે જડબાતોડ જવાબ આપીને આવા લોકોને ધોળા દિવસે તારા દેખાડી દે છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મહિલાની બહાદુરીની પ્રશંસા થઇ રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક મહિલા લિફ્ટમાં પ્રવેશે છે. તેવામાં એક શખ્સ પણ તેની સાથે જ લિફ્ટમાં આવી જાય છે. મહિલા પોતાના ફોનમાં વ્યસ્ત હોય છે તે દરમિયાન તે શખ્સ મહિલાને ગંદી રીતે સ્પર્શવાનો પ્રયાસ કરે છે. પહેલીવાર મહિલા તેની ઉપેક્ષા કરે છે.

પરંતુ જ્યારે બીજી વાર તે શખ્સે તેને સ્પર્શવાનો પ્રયાસ કર્યો તો મહિલા તે શખ્સના મોઢા પર જોરદાર તમાચો મારી દે છે. તે પછી લાત મારીને તેની ધોલાઇ કરીને લિફ્ટમાંથી બહાર આવી જાય છે. સોશિયલ મીડિયા પર આ મહિલાની ખૂબ જ પ્રશંસા થઇ રહી છે.

Related posts

ઋતિક રોશનના બાળપણનો વીડિયો થયો વાયરલ, આ અંદાજમાં ડાંસ કરતા દેખાયો

Kaushik Bavishi

વર્લ્ડકપ પછી પહેલીવાર મેદાનમાં ઉતર્યો ધોની, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

ટ્રાન્સફરથી ગુસ્સે ભરાયેલાં સબ ઈન્સપેક્ટરે લગાવી દીધી 65 કિલોમીટરની દોડ, પરંતુ રસ્તા વચ્ચે જ… જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!