પોલીસને લાગ્યું કે સાસુંના અવસાનના ગમમાં વહૂએ જીવ આપ્યો અને હકીકત એવી હતી કે…

man throws his wife off balcony

પશ્ચિમી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની પત્નીની એટલા માટે હત્યા કરી દીધી કારણ કે તેને લાગ્યું કે તેની પત્ની તેની માતાના અવસાનથી ખુશ છે. પતિને એટલો ગુસ્સો આવ્યો કે તેણે તેની પત્નીને બીજા માળેથી ધક્કો મારી દીધો.

પોલીસે જણાવ્યું કે પહેલી ઘટનાને જોઈને એવું લાગ્યું કે આરોપી સંદીપ લોખંડેની પત્ની શુભાંગી લોખંડેની સાસું માલતી લોખંડેના મોતના ગમમાં જીવ આપી દીધો. એક અધિકારીએ જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે તેના પતિએ જ તેની હત્યા કરી છે કારણ કે તે તેની માતાના અવસાનની ખુશી મનાવી રહી હતી.

ગુસ્સામાં સંદીપે આપ્ટેનગર ઉપનગરમાં પોતાના મકાનના બીજા માળની બાલકનીમાંથી તેને નીચે ધક્કો મારી દીધો. સંદીપ હવે પોલીસની કસ્ટડીમાં છે અને તેણે પોતાનો અપરાધ કબુલ કર્યો છે. પોલીસે જણાવ્યું કે સ્થાનિક મીડિયામાં ખબર આવી હતી કે પોતાની સાસુંના મોતથી દુઃખી થઈને શુભાંગીએ આતમહત્યા કરી લીધી.

જૂના રજવાડા સ્ટેશનના અધિકારીઓને આ મામલે શંકા અને તપાસનો આદેશ આપવામાં આવ્યો. પોલીસે જણાવ્યું કે, તપાસમાં સંદીપે જણાવ્યું કે તેમની માતાના અવસાનથી પત્ની ખુશ હતી માટે તેણે ગુસ્સામાં આવીને હત્યા કરી દીધી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શનિવારે સવારે બીમાર માલતીના અવસાન પર શુભાંગી ખુશ દેખાઈ રહી હતી. પત્નીના વ્યવ્હારથી નારાજ થઈને સંદીપે તે જ દિવસે તેની હત્યા કરી નાખી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter