GSTV
Trending Videos Viral Videos

ફ્લાય ઓવર પરથી થયો નોટોનો વરસાદ, યુવકે શા માટે ભર્યું આવું પગલુઃ વીડિયો થયો વાયરલ

કર્ણાટકની રાજધાની બેંગલુરુના વ્યસ્ત KR માર્કેટ વિસ્તારમાં મંગળવારે સવારે એક યુવકે ફ્લાયઓવર પરથી દસ રૂપિયાની નોટ ફેંકી, જેનાથી ત્યાં ખળભળાટ મચી ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર છે.વીડિયોમાં નોટ ફેંકનાર યુવકે કાળો કોટ પહેર્યો છે અને તેના ગળામાં વોલ વોચ લટકાયેલી છે. વીડિયો ફ્લાયઓવર પર લોકો પોતાની આસપાસ વેરવિખેર પડેલી ચલણી નોટો વહેંચવા માટે દોડી આવે છે. જેના કારણે ફ્લાયઓવર પર થોડો સમય વાહન વ્યવહાર ખોરવાયો હતો.

કોણ હતો આ વ્યક્તિ

સૂત્રોના જણાવ્યા અનુસાર, નોટ ફેંકનાર યુવકની ઉંમર 30 થી 40 વર્ષની વચ્ચે છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તેણે કુલ 3,000 રૂપિયાની 10 રૂપિયાની ચલણી નોટો ફેંકી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસને શંકા છે કે, યુવક માનસિક રીતે અસ્વસ્થ છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.

આ પ્રકારનો એક કેસ હૈદરાબાદમાંથી પણ સામે આવ્યો હતો, જ્યાં યુવકે 500 રૂપિયાની નોટનો વરસાદ કર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા

Padma Patel

Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ

Padma Patel

જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર

Padma Patel
GSTV