GSTV
Home » News » આ ભાઈ 60 હજારનું રિફન્ડ માંગી રાહ જોતા હતા અને ગુગલે 7 લાખના 10 મોબાઇલ મોકલી દીધા

આ ભાઈ 60 હજારનું રિફન્ડ માંગી રાહ જોતા હતા અને ગુગલે 7 લાખના 10 મોબાઇલ મોકલી દીધા

કસ્ટમર સપોર્ટની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ ગુગલનું જ આવે. છેલ્લા કેટલાક સમયમાં ગુગલ બજારમાં તેની પ્રોડક્ટ્સની બાબતમાં બહુ લોકપ્રિય બની ગયું છે અને એપલ અને સેમસંગ જેવી કંપનીઓની હરોળમાં આવી ગયું છે.

ગુગલના મોબાઇલ પણ બહુ લોકપ્રિય બની રહ્યા છે. આ વાત છે ભારત બહારની એક વ્યક્તિની. તેણે ગુગલ પિક્સલ 3નો 128GB મોબાઇલ ખરીદ્યો હતો, પરંતુ તેને ડિફેક્ટેડ પીસ મળ્યો હતો. રેડિટ પર ચિતોઝ નામના એક યૂઝરે તેના આ અનુભવિશે જણાવ્યું છે. તેને કસ્ટમર કેરમાં સંપર્ક કર્યો તો તેને 80 ડૉલર (5553 રૂપિયા) નું રિફન્ડ મળ્યું. હજી ગુગલે ચિતોઝને 900 ડૉલર (62481) રૂપિયા ચૂકવવાના બાકી હતા, પરંતુ ચિતોઝને ફોનની તાત્કાલિક જરૂર હોવાથી તેણે બીજો ગુગલ પિક્સલ 3 નો ‘નૉટ વેરિએન્ટ’ ઓર્ડર કરી દીધો. ગુગલના બુકિંગ ડીલરની ભૂલથી ચિતોઝના ઘરે 10 પિક્સલ 3 ફોન આવી ગયા. ચિતોઝ પાસે લગભગ 10000 ડૉલર (7 લાખ રૂપિયા)ના ફોન આવી ગયા. એક બાજુ જ્યાં ડિફેક્ટેડ ફોનના પૂરા પૈસા નહોંતા મળી રહ્યા તો બીજી બાજુ 8000 ડૉલરનો બેઠાં-બેઠાં ફાયદો થઈ ગયો.

ચિતોઝ ઇચ્છતો તો, આ બધા જ ફોન પોતાની પાસે રાખી શકતો હતો. ફોન ડિલિવર થઈ ગયા હતા એટલે કાયદાકિય રીતે કંપની કઈંજ કરી શકે તેમ નહોંતી, કારણકે ડિલરે જાતે જ ડિલિવરી કરી હતી. જોકે ચિતોઝે ગૂગલને આ અંગે જાણ કરી દીધી. હા, ચિતોઝ તેના 62000 હજાર રૂપિયાનું રિફન્ડ તો ઇચ્છે છે. જો ગૂગલ તેને એ રિફન્ડ નહીં આપે તો, આ મોબાઇલ વેચીને તે વસૂલી લેશે અને બાકીના રૂપિયા પોતાના અકાઉન્ટમાં જમા કરાવી દેશે.

READ ALSO

Related posts

DRDOએ એસ એર ડિફેન્સ મિસાઈલ આકાશ-1Sનું સફળ પરીક્ષણ કર્યુ

Mansi Patel

વિશ્વમાં મહિલાઓનું વધતું પ્રભુત્વ, આ દેશની કેબિનેટમાં સાત મહિલાને મળ્યું કદાવર કદ

Path Shah

રાફેલ મામલે રિવ્યુ પીટીશનમાં જુની વાતો જ છે, આગળ તપાસની કોઇ જરૂર નથી: કેન્દ્રનો સુપ્રિમમાં જવાબ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!