GSTV

આ તે વળી કેવી પરંપરા…? એક નિર્દોષ વ્યક્તિનો ચાલ્યો ગયો જીવ, ડોક્ટર પણ જીભ અને ગળું જોઈને રહી ગયા હેરાન

Last Updated on September 25, 2021 by Zainul Ansari

આપણે સૌ જાણીએ છીએ કે, કોઈપણ વ્યક્તિને સાપ કરડી જાય છે તો ગણતરીના કલાકોમાં જ તે મૃત્યુ પામી શકે છે ત્યારે આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહયા છીએ કે, જેણે જીવતા સાપને ગળી લીધો. આ વાત સાંભળવામાં તમને થોડી વિચિત્ર જરૂર લાગશે પરંતુ, તે હકીકત છે. જોકે, આ સ્ટંટ કરવો તે વ્યક્તિને ખૂબ જ ભારે પડ્યો હતો. આ સ્ટન્ટની કિંમત તેણે પોતાનો જીવ ગુમાવીને ચૂકવવી પડી.

પરંપરા

પહેલા જીભ અને પછી ગળામાં કરડ્યો આ સાપ :

હાલ રશિયાના 55 વર્ષીય ખેતમજૂરનો એક વીડિયો વાયરલ થયો. આ વીડિયોમાં તે જીવતા સાપને ગળી રહ્યો હોય તેવું બતાવવામાં આવી રહ્યુ છે. ડેઇલી સ્ટારના એક અહેવાલ પ્રમાણે આ સાપને ગળી જવા માટે નિરંતર બે વખત પ્રયાસ કર્યા પરંતુ, તે સફળ થયો નહિ ત્યારબાદ ત્રીજા પ્રયાસમાં જ્યારે તે સાપને ગળી રહ્યો હતો ત્યારે તે સાપે તેની જીભને ડંખ માર્યો. આ પછી પણ તે અટક્યો નહી અને સાપે આ વખતે તેના ગળા પર ડંખ માર્યો.

આ સ્ટન્ટ કર્યાના થોડા જ કલાકોમા ખેડૂતની હાલત કથળવા લાગી અને તેમને સારવાર હેતુસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે, સાપ કરડવાથી આ વ્યક્તિને એલર્જી થઈ અને તેની જીભ અને ગળામાં સોજો પણ ચડી ગયો હતો. ડોકટરોના જણાવ્યા પ્રમાણે માણસને એનાફિલેક્ટિક આંચકો પણ લાગ્યો. સાપના કરડવાને કારણે આ વ્યક્તિની જીભ એટલી સૂજી ગઈ હતી કે, તે પોતાનું મોઢું પણ માંડ-માંડ ખોલી શકતી હતી. આ તકલીફના કારણે તે વ્યક્તિને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી અને તેનું મૃત્યુ થયું.

પરંપરા

આ વિસ્તારની છે આ પૌરાણિક પરંપરા :

એક અહેવાલ મુજબ આ વિસ્તારમાં સ્થાનિક લોકોમાં સાપ ગળી જવાની પ્રથા હોય છે. અહીં સ્ટેપ વાઇપર પ્રજાતિના સાપ તરબૂચના ખેતરોમાં જોવા મળે છે, જે વધારે ઝેરી નથી હોતા પરંતુ, તેમછતાં તે મનુષ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ વ્યક્તિના મૃત્યુ બાદ સ્થાનિક વહીવટીતંત્રએ લોકોને અપીલ કરી છે કે, તે પરંપરાનો અંત લાવે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!