GSTV

સુશાંતની જેમ વડોદરાના એક યુવકે ઇન્સ્ટા પર પોસ્ટ મૂકી આપઘાત કરી લીધો, 4 દિવસ બાદમાં હતી સગાઈ

કોરોના

Last Updated on July 10, 2020 by Bansari

ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પોતાની માતા વિશે જે પોસ્ટ કરીને પછી આપઘાત કર્યો હતો. તેવી જ રીતે વડોદરાના ૨૮ વર્ષના એક યુવકે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જીવન ટૂંકાવી દીધું છે. ચાર દિવસ પછી જે પુત્રની સગાઈ થવાની ખુશીઓ પરિવારજનોમાં હતી તે જ પુત્રનું અપમૃત્યુ થવાથી પરિવાર શોકાતુર બની ગયો છે. જો કે યુવકના આપઘાતનું રહસ્ય હજીય અકબંધ જ છે.

ચાર દિવસ બાદ હતી સગાઇ

જૂના પાદરા રોડના ભદ્રલોક એપાર્ટમેન્ટમાં રહેતો મીત આશિષભાઈ પટેલ મલ્ટિનેશનલ કંપની કોલાબરામાં મેનેજર હતો. માતા પિતા સાથે રહેતા ૨૮ વર્ષના મીતનું લવ કમ એરેન્જ મેરેજ આજ કંપનીમાં એકાઉન્ટ ડિપાર્ટમેન્ટની યુવતી સાથે નક્કી થયું હતુ. અને પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચાર દિવસ પછી જ બંનેની સગાઈ હતી. ગત રાત્રે મમ્મી સાથે મહેમાનોની યાદી બનાવવાની વાત મીતે કરી હતી. પરંતુ મીતની માતાએ હમણા મૂડ નથી આવતીકાલે કરીશું તેવું કહેતા મીત પોતાની રૃમમાં જઈને કોમ્પ્યુટર પર પોતાનું કામ કરવા બેસી ગયો હતો. મોડીરાત્રે એક વાગ્યે મીતની મમ્મીએ પુત્રને એવું પણ કીધું કે બેટા સૂઇ જા બહું મોડુ થઇ ગયું છે.

બાદમાં મીતે રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. રાત્રે દોઢ વાગ્યે મીતની ફિયાન્સીનો પણ મીત પર કોલ આવ્યો હતો અને કેમ હજી જાગે છે? તેવું પૂછ્યું હતું મીતે જવાબ આપ્યો હતો કે, બસ કામ કરૃ છું. હવે સૂઇ જઉ છું. ત્યારબાદ સવારે સાડા છ વાગ્યે ફિયાન્સીએ જોયું તો મીતના ઇન્સ્ટાગ્રામ પર અભિનેતા સુશાંતસિંહ રાજપૂત સ્યૂસાઇડ કરતા પૂર્વે જે રીતની પોસ્ટ કરી હતી તેવી જ પોસ્ટ મીતે કરી હતી. જેથી ગભરાઇ ગયેલી ફિયાન્સીએ મીતને ફોલ કર્યો હતો. પરંતુ, મીતે કોલ રિસિવ ના કર્યો. જેથી ફિયાન્સીએ મીતની માતા અને અન્ય મિત્રોને કોલ કર્યો હતો. અને મીતના ઘરે દોડી ગઇ હતી. મીતના રૃમનો દરવાજો અંદરથી બંધ હોઇ દરવાજો તોડીને જોતા મીત પંખા પર લટકતો હતો. મીતે સ્યૂસાઇડ કરતા પૂર્વે કોઇ અંતિમ ચિઠ્ઠી લખી ન હતી. જેથી જે.પી. રોડ પોલીસ મથકના એએસઆઇ શ્રીકાંત જોશીએ મીતના મોબાઇલ ફોનના મેસેજનો ઝીણવટભર્યો અભ્યાસ શરૂ કર્યો છે. જોકે હજી સુધી મીતના આપઘાતનું કારણ જાણી શકાયુ નથી.

Lockdown

ફિયાન્સી સાથે મોડીરાતે વાત કર્યા પછી મીતે બીજા કોઇની સાથે વાત કરી છે કે નહીં, તે દિશામાં તપાસ

મીત પટેલે ઇન્સ્ટાગ્રામ પર જે પોસ્ટ મુકી હતી તે પોસ્ટ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ છે. આ પોસ્ટમાં મીત પટેલે સૌપ્રથમ તેના પિતાનો ફોટો મુક્યો છે ત્યારબાદ તેની ફિયાન્સીનો ફોટો અને છેલ્લે મીતે માતા સાથેનો પોતાનો ફોટો મુક્યો છે. સુશાંતસિંહ રાજપૂતની પોસ્ટમાં જે લખાણ છે તેવું જ લખાણ મીતની પોસ્ટમાં પણ છે. મીતે કયા કારણોસર આપઘાત કર્યો ? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. મોડીરાત્રે દોઢ વાગ્યે ફિયાન્સી સાથે વાત કર્યા પછી મીતે અન્ય કોઇની સાથે વાત કરી હતી કે કેમ? કે પછી કોઇને મેસેજ કર્યો હતો કે કેમ? તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

મીતે સામાજિક કારણથી આપઘાત કર્યો હોવાથી શંકા : પોલીસ તપાસ શરૃ

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મીત અને તેની ફિયાન્સીની સગાઇ ચાર દિવસ પછી હતી અને બંન્નેના મેરેજ ડિસેમ્બર મહિનામાં થવાના હતા. ગઇરાત્રે મીતે તેની માતા સાથે એ બાબતે પણ ચર્ચા કરી હતી કે, આ કોરોનાની બીમારીના કારણે બહુ મહેમાનોને બોલાવી શકાય નહીં. કોને કોને બોલાવવા છે ? કઇ હોટલ બુક કરાવવી છે ? પરંતુ મીતની માતાએ આવતીકાલે ફાઇનલ કરીશું તેવુ કહેતા આજે તેઓ ફાઇનલ લિસ્ટ તૈયાર કરવાના હતા. પરંતુ તે પૂર્વે તો મીતે આપઘાત કરી લીધો છે. સારી જોબ, જેને પ્રેમ કર્યો તેની સાથે જ લગ્ન નક્કી થયું તેમ છતાંયે મીતે કયા કારણસર આપઘાત કર્યો ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને એવી શંકા છે કે કોઇ સામાજિક કારણસર જ મીતે આપઘાત કર્યો છે. જે દિશામાં તપાસ શરૃ કરવામાં આવી છે.

Read Also

Related posts

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt

શ્રાદ્ધ પક્ષ/ શું તમારા જીવનમાં પણ ઘટી રહી છે આવી ઘટનાઓ? તો જાણી લો પિતૃ દોષના લક્ષણ અને ઉપાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!