GSTV
Gujarat Government Advertisement

બેંક સ્ટાફ ઘરે લઈને આવ્યો 62 લાખની કૅશ, જીવવા લાગ્યો એવી લક્ઝરી લાઈફ, Photos

જે માણસને બેંકનાં કૅશ રૂમને મેનેજ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેની ઉપર 62 લાખની ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલો અમેરિકાના નોર્થ કેરોલીનાનો છે. ડેલી મેલનાં રિપોર્ટ મુજબ, વેલ્સ ફાર્ગો બેંકે એક મહત્વકાંક્ષી રેપર પર લાખો રૂપિયાની ચોરીનો આરોપ લગાવ્યો છે.

29 વર્ષનો અર્લાન્ડો હેન્ડરસન પર આરોપ છેકે, તેણે પહેલાં તો ચોરીને છુપવવાનાં પ્રયાસો કર્યા, અને બાદમાં સોશિયલ મીડિયા પર પોતાની લક્ઝરી લાઈફ અને કેશના ફોટો શેર કરવા લાગ્યો, હેન્ડરસને સોશિયલ મીડિયા પર મોંઘા કપડા, જ્વેલરી અને મોટા બિલ્સની કોપી શેર કરી હતી.

અમુક ફોટામાં હેન્ડરસન કૅશને ગાડીમાંથી લહેરાવતો દેખાઈ રહ્યો છે. ચારલોટ્ટેનાં ફેડરલ કોર્ટમાં હવે આ મામલાની સુનાવણી ચાલી રહી છે. ગયા સપ્તાહે સેન ડિઆગોથી હેન્ડરસનની ધરપકડ કરવામાં આવી હતી.

હેન્ડરસન પર ચોરી અને છેતરપિંડીનો સહિત 34 આરોપો લગાવવામાં આવ્યા છે. આરોપ છેકે, એપ્રિલ 2019માં બેંકમાં નોકરી મેળવ્યા બાદ લગભગ 18 વાર તેણે બેંકમાંથી કૅશની ચોરી કરી હતી. આ પૈસા બેંકમાં ગ્રાહકોએ જમા કરાવ્યા હતા.

શરૂઆતમાં હેન્ડરસને ઓછી રકમની ચોરી કરી હતી. પરંતુ બાદમાં તેનો આત્મવિશ્વાસ વધતો ગયો અને એકવાર તેણે સીધા 95 હજાર રૂપિયાની ચોરી કરી હતી. તે પૈસાથી હેન્ડરસને મોંઘા કપડા, ઘરેણા અને મર્સિડિઝ કારની ખરીદી કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!