કોરોના કાળમાં માસ્ક અને સેનેટાઈઝર લોકોની જીંદગીનો મુખ્ય ભાગ બની ગયા છે. પણ કોરોનાનો ડર એટલો છે કે, લોકો કોઈ પણ વસ્તુ બહારથી લાવે છે, તો તેને સેનેટાઈઝ કરવાનું ભૂલતા નથી. પણ હાલમાં સોશિયલ મીડિયા પર શાકભાજી તથા ફળને સાફ કરવા માટે ઈન્ડિયન જૂગાડ વાયરલ થઈ રહ્યો છે. આમ પણ જૂગાડની બાબતમાં ભારતીયોને કોઈ પહોંચી શકે તેમ નથી. એક શખ્સે પ્રેસર કૂકરની વરાળની શાકભાજીને સેનેટાઈઝ કરવાનુ અનોખો તોડ શોધી કાઢ્યો છે.
Look at the great Indian Jugaad to sterilise vegetables.? The efficacy of this methodology can not be certified by me however India never fails to amaze ?? Truly Incredible India #corona #COVID19Pandemic #CoronavirusIndia pic.twitter.com/PuOhzy7TVl
— Supriya Sahu IAS (@supriyasahuias) July 24, 2020
આ વીડિયોને આઈએએસ @supriyasahuias ટ્વીટર પર શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યુ છે કે, શાકભાજીઓને સેનેટાઈઝ કરવાનું ગજબનું જૂગાડ ! જો કે, આ પ્રકારના જૂગાડનું હુ સર્ટિફાઈડ કરતી નથી. ભારતે જૂગાડની બાબતમાં ક્યારેય નિરાશ કર્યા નથી.
અહીં જોઈ શકાય છે કે, આ વીડિયોમાં એક શખ્સ પ્રેસર કૂકરની સીટીમાંથી નિકળતી વરાળને પાઈપ લગાવીને તેમાથી વરાળ કાઢી શાકભાજીને સેનેટાઈઝ કરવાનું શરૂ કર્યુ છે. જેના કારણે શાકભાજીને ટચ કર્યા વગર જ સેનેટાઈઝ કરી શકાય છે.
READ ALSO
- યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો
- GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?
- જામનગરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી ઇન્ટરનેટના ડિવાઇસની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
- 100 ટકા બેટરી ચાર્જ થયા પછી પણ સ્માર્ટફોનને ચાર્જિંગમાંથી કાઢવામાં ન આવે, તો શુ થાય છે, જાણો
- દેશની સૌથી મોટી બેંકની સ્પષ્તા / SBIએ અદાણી ગ્રુપને અધધ.. 21000 કરોડની આપી લોન, બેંકના ચેરમેને આપ્યું નિવેદન