GSTV
Business India News Trending

77 વર્ષની ઉંમરે કરી રોકાણની શરૂઆત, 89 વર્ષે મોત બાદ છોડી કરોડોની સંપતિ

89 વર્ષની ઉંમરે મૃત્યુ પામનાર પાઠકે લાંબા સમયથી મેઈલ લખીને પોતાની કહાની (વાર્તા) જણાવી હતી. પરંતુ તેઓ પોતાનું નામ ઉજાગર કરવા માગતા નહોતા. તેથી, આ કહાની દરમિયાન તેમને ‘અંકલ’ કહીશું. ગયા અઠવાડીએ જ 89 વર્ષની વયે તેમનું મૃત્યુ થયું. તેમની પાછળ તેમના બાળકો માટે તેઓ કરોડોની સંપત્તિ છોડતા ગયા. તેમણે  કહ્યું હતું કે, તેમની કહાની તેમના મૃત્યુ પછી શેર કરવામાં આવે. અંકલ કેન્દ્ર સરકારના કર્મચારી હતા. જ્યારે તેઓ નિવૃત્ત થયા, ત્યારે એક મોટા શહેરના બહારના વિસ્તારમાં તેમનો બે બેડરૂમનો ફ્લેટ્સ હતો. તેમનું દિનચર્યા સામાન્ય વૃદ્ધોની જેવી જ હતી.

આવી વ્યક્તિ તમારા ઘરમાં અથવા પડોશીમાં હોઈ શકે છે સવારે ઉઠવું, સવારે ચાલવા જવું, ઘરના કામમાં થોડી-ઘણી મદદ કરવી, ચા સાથે મિત્રો સાથેની વાતચીત તેમની દિનચર્યામાં સામેલ હતી. સામાન્ય રીતે અખબારો અને સામયિકો વાંચવા અને થોડા સમય માટે ટીવી જોતા હતા. નિવૃત્તિ પછી તે કંઈપણ નવું કરતા ન હતા. તેઓ વારંવાર કહેતા હતા કે તેમના જીવનમાં કશું નવું નથી. વસ્તુની જાળવણીમાં તેઓને મહારથ હાંસલ હતી. કાગળોને પણ તેઓ વ્યવસ્થિત રાખતા હતા. તે દિવસો, ત્યાં સરકારી વિભાગોમાં તેની ખૂબ જરૂર હતી. તેઓ દરેક ઇમેઇલને કાળજીથી વાંચતા હતા. તેમની સાથે મોટાભાગની વાતચીત રોકાણને લઈને થતી હતી. અચાનક બદલી વિચારસરણી અંકલ શેરમાં વધુ માથાકૂટ કરતા નહોતા.

કોઈ ટિપ્સ પણ લેતા નહોતા. તેઓ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા પર વિશ્વાસ કરતા હતા. જેમ અન્ય પરંપરાગત રોકાણકાર કરે છે તેમ. પરંતુ, 2006 માં, તેમના વિચારો બદલાઈ ગયા. તેમણે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. તે ઘણું ઉથલ-પાથલવાળું વર્ષ હતું. અમેરિકન હાઉસીંગ માર્કેટમાં તિરાડો દેખાવાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારબાદ સેન્સેક્સ લગભગ 10,000 પોઈન્ટ હતો અને નિફ્ટી લગભગ 2,000 પોઈન્ટ પર હતો. તેઓએ તેમના નાણાંને ત્રણ ભાગોમાં વહેંચી દીધા. એક પોતાની જરૂરિયાતો માટે, બીજા કટોકટી માટે અને ત્રીજા રોકાણ ચાલુ રાખવા માટે.  તેમણે રોકાણ માટે જે નાણાં  રાખ્યા હતા તે લાંબી પરિપ્રેક્ષ્યમાં હતા. તેમણે ઇમર્જન્સી માટે સંતુલિત ફંડ્સ (બેલેન્સ્ડ ફન્ડ)માં રોકાણ કર્યું. આ નાણાં કોઈ પણ સમયે કાઢવામાં આવી શકે છે જ્યારે જરૂર પડે ત્યારે. બાકીના નાણાં તેઓએ પોસ્ટ ઓફિસમાં અને પછીથી પોતાની જરૂરિયાતો માટે બેંક ડિપોઝિટમાં જમા કરાવ્યાં હતા. તેમણે તેમનું તમામ રોકાણ તેમના બાળકો અને પૌત્રોના નામે કર્યા. તેમના બે બાળકોના નામ દ્વારા કરવામાં આવેલા રોકાણમાં, તેઓએ બંનેને સંયુક્ત હોલ્ડર બનાવ્યા. તેમને એ બાબતનું ધ્યાન રાખ્યું કે, બંને બાળકો માટે ખોલવામાં આવેલા ખોલીયોમાં રકમ સરખી હોય.

ઇન્ટરનેટ બેન્કિંગનો સ્વંય જ ઉપયોગ શરુ કર્યો  2011 સુધીમાં, તે પોતે આ બાબતની ઑનલાઇન તપાસ કરવામાં સમર્થ થઇ ગયા હતા. તેમણે ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરીને નાણાં ટ્રાન્સફર કરવાનું શીખ્યું હતું. હવે નિફ્ટી 11000 પોઈન્ટ સુધી પહોંચી ગયો હતો. અંકલનું રોકાણ પણ વાર્ષિક ધોરણે 13 ટકા વધીને કેટલાય ગણું થઇ ગયું હતું. તે નાની સિદ્ધિ નહોતી. જ્યારે તેમનું પોસ્ટ ઓફિસ ખાતું મેચ્યોર થઇ ગયું ત્યારે તેઓએ સમગ્ર પૈસા મ્યુચ્યુઅલ ફંડો અને બેંક ડિપોઝીટમાં ટ્રાન્સફર કરી દીધા. તેઓ ઇચ્છતા હતા કે તેમના બાળકો તેમના મૃત્યુ પછી સરળતાથી તેમના પૈસા મેળવે. તેમણે રોકાણની કિંમત પર બરાબર નજર રાખતા હતા. તેમના મૃત્યુ પછી, બાળકોને મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં મૃત્યુના પ્રમાણપત્રની ડિપોઝિટ દ્વારા ફોલિયોના પ્રથમ ધારકના નામને નાબૂદ કરવાનું કહેવાનું હતું. આ પછી, અંકલની મિલકત સરળતાથી બાળકોનાં નામે થઇ ગઈ છે. જે લોકોને રોકાણ કરવું, પૈસાનું મેનેજમેન્ટ કરવું અને ટેક્સનું કામકાજ કરવું મુશ્કેલ લાગે છે, તે અંકલની કહાનીમાંથી ઘણું શીખી શકે છે.

Related posts

જિયા ખાનની માતાએ પોલીસ અને CBIની તપાસ પર ઉઠાવ્યા અનેક સવાલ, કહ્યું- ‘આ આત્મહત્યા નહીં, હત્યાનો મામલો છે’

Binas Saiyed

Box Office/ તાપસીની ફિલ્મ ‘દોબારા’ને આ ગુજરાતી ફિલ્મે પાછાડી, કાર્તિકેય 2ની કમાણીમાં જોરદાર ઉછાળો

Damini Patel

ગોઝારો શનિવાર/ રાજસ્થાનમાં ગંભીર અકસ્માત : ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ધડાકાભેર ટક્કર, 6 શ્રદ્ધાળુઓના મોત

Bansari Gohel
GSTV