UPના મેરઠમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, એક લગ્ન સમારોહમાં એક વ્યક્તિએ તંદૂરમાં રોટલી સેકતા સમયે થૂક લગાવ્યું. જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ તે વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
इसके हाथों की रोटी कौन-कौन खाना चाहेगा pic.twitter.com/x8GFXbrlUy
— @tweetBYपत्रकार (@kumarayush084) February 19, 2021
વીડિયો વાયરલ થવા પર મચ્યો હોબાળો
વાયરલ વીડિયો જોયા પછી લોકોએ કહ્યું કે આ વ્યક્તિની ક્રિયાથી કોરોના રોગ ફેલાય છે. કેટલાક અન્ય લોકોએ કહ્યું કે થૂંકની રોટલી ખાવાથી તેમનો ધર્મ બગડે છે. દરમિયાન હિંદુ જાગરણ મંચ વતી આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે હિન્દુ જાગરણ મંચના પ્રમુખ સચિન સિરોહીએ પોલીસ સ્ટેશન હાજા ખાતે ફરિયાદ નોંધાવી હતી કે અરોમા ગાર્ડન ગઢ રોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં નૌશાદ ઉર્ફે સુહેલ લગ્નમાં રોટલી બનાવતી વખતે થૂંકતા નજરે પડે છે.

આ કલમોમા આરોપી વિરુદ્ધ કેસ દાખલ થયો
ફરિયાદ અનુસાર, જે લોકો ભોજન લે છે તેમને નૌશાદની રોટલીઓ પર થૂંકવાના કારણે કોરોના રોગ થઈ શકે છે. પોલીસે નૌશાદ વિરુદ્ધ આઈપીસીની કલમ 269, 270, 118 અને મહામારી અધિનિયમની કલમ 03 હેઠળ ગુનો નોંધ્યો છે.પોલીસના કહેવા મુજબ, નૌશાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે 16 ફેબ્રુઆરીનો છે. આ વીડિયો મેરઠના અરોમા ગાર્ડન ગઢ રોડ પોલીસ મેડિકલ એરિયામાં બનાવવામાં આવ્યો હતો. વીડિયો ખુદ નૌશાદે બનાવ્યો હતો.
પૂછતાછમાં આરોપીએ શું કહ્યું
આરોપી નૌશાદની પોલીસે શનિવારે સાંજે ધરપકડ કરી હતી. જે બાદ પોલિસે નૌશાદની પુછપરછ કરી. આ દરમ્યાન નૌશાદે કબુલ કર્યુ છે કે, વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલ વ્યક્તિ તે જ છે. તેણે રોટલી બનાવતા સમયે થૂક લગાવતો હતો.
READ ALSO
- રાજયમાં પ્રવાસન અને આરોગ્ય વિભાગને અપાયું પ્રાદ્યાન્ય, મોદીના આ પાયલટ પ્રોજેક્ટ માટે આટલા કરોડ ફાળવાયા
- લ્હાણી/ ગુજરાતના વિદ્યાર્થીઓ પર મહેરબાન રૂપાણી સરકાર, ફ્રીમાં આપશે ટેબલેટ અને આ સુવિધાઓ
- ગુજરાત બજેટ : પીએમ મોદીએ શરૂ કરી હતી એ યોજના માટે રૂપાણી સરકારે ફરી ધરખમ બજેટ ફાળવ્યું, 90 લાખ લોકોને થશે ફાયદો
- કેવડિયામાં ‘કમલમ’ ખીલવવા સરકારે બજેટમાં ફાળવ્યા 15 કરોડ, આટલા વિસ્તારમાં થશે વાવેતર
- હેલ્થ ટીપ્સ / લીમડાના પાન ચાવવાથી થશે આ ગજબ ફાયદા, જાણીને રહી જશો દંગ