GSTV
Home » News » જે ત્રિરંગા માટે પોતાનું ઘર સુદ્ધાં વેચી નાખ્યું, તેને જોવો છે લાલ કિલ્લા પર લહેરાતો

જે ત્રિરંગા માટે પોતાનું ઘર સુદ્ધાં વેચી નાખ્યું, તેને જોવો છે લાલ કિલ્લા પર લહેરાતો

R Satyanarayan

ત્રિરંગા માટે દરેક દેશવાસીને માન-સન્માન અને આદર હોય છે, પરંતુ જો તમને એવું જાણવા મળે કે, ત્રિરંગા માટે કોઇએ પોતાનું ઘર સુદ્ધાં વેચી નાખ્યું તો, કદાચ તમને વિશ્વાસ નહીં થાય. પરંતુ આંધ્ર પ્રદેશના રહેવાસી આર સત્યનારાયણે આવું જ કર્યું છે. તેઓ વણકર છે.

તેમનું સપનું હતું કે, કોઇપણ જાતની સિલાઇ કે સાંધા વગર એકજ કપડાંથી ત્રિરંગો બનાવે. આવો ત્રિરંગો બનાવવા તેમને સાડા છ લાખની જરૂર હતી, તો તેમણે પશ્ચિમ ગોદાવરીમાં વેમાવરમ ગામમાં આવેલ પોતાના ઘરને વેચી નાખ્યું અને પોતે ભાડાના ઘરમાં રહેવા લાગ્યા.

છેવટે તેમણે 8×12 ફૂટનો ત્રિરંગો બનાવી લીધો. તેમણે એવો દાવો પણ કર્યો છે કે, માત્ર એકજ કપડામંથી બનાવેલો ત્રિરંગો દેશમાં એકપણ નથી, કારણકે તેને કેસરી, લીલા અને સફેદ રંગની પટ્ટીઓ જોડીને બનાવવામાં આવે છે. સત્યનારાયણ સાતમા ધોરણ સુધી ભણ્યા છે. તેઓ પોતાના સપનાને વધુ આગળ વધારતો આ ત્રિરંગાને લાલ કિલ્લા પર લહેરાતો જોવા ઇચ્છે છે.

તાજેતરમાં જ વિશાખાપટ્ટનમની રેલીમાં તેઓ વડાપ્રધાન નરેંદ્ર મોદીને મળ્યા હતા. તેમણે કહ્યું કે, મને ખબર નથી કે, મોદીએ મારા આ અનોખા અંદાજને જોયો કે નહીં. તેમના આ અનોખા અંદાજ વિશે વડાપ્રધાનને જણાવવાની તેમને તક ન મળી. સત્યનારાયણે જણાવ્યું કે, તેમને અંદાજો નહોંતો કે, ત્રિરંગો બનાવવો આટલો મોંઘો હશે.

જ્યારે તેમણે બનાવવાનું શરૂ કર્યું ત્યારે તેમને લાગ્યું હતું કે, માત્ર 25,000 રૂપિયાની જરૂર પડશે. શરૂઆતમાં તેમણે માત્ર 4×6 ફૂટનો ઝંડો બનાવ્યો હતો. ત્યારબાદ ઇન્ટરનેટ પરથી તેમણે જાણવા મળ્યું કે, લાલ કિલ્લા પર 8×12 ફૂટનો ત્રિરંગો લહેરાવવામાં આવે છે.

આ ત્રિરંગો બનાવવાના ખર્ચને પહોંચી વળવા તેમણે પોતાનું પૈતૃક ઘર વેચી નાખ્યું છે તેના વણાટમાં સાડા છ લાખનો ખર્ચ કર્યો છે. જેમાં તેમને લગભગ ચાર વર્ષ થયાં છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમને આની પ્રેરણા ક્યાંથી મળી તો, સત્યનારાયણે જણાવ્યું કે, તેમણે એક શૉર્ટ ફિલ્મ લિટલ ઇન્ડિયન્સ જોઇ હતી, તેમાં એક્ટર ત્રણ રંગોનાં કપડાં ભેગાં કરીને સીવી દે છે અને ઉપર અશોક ચક્ર બનાવી દે છે. બસ ત્યારે જ તેમણે નક્કી કરી દીધું કે, તે સીવ્યા વગરનો ઝંડો બનાવશે. અશોકચક્ર બનાવવા માટે તેમણે રંગબેરંગી દોરાઓનો ઉપયોગ કર્યો છે. ત્રિરંગો બનાવવા માટે તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!